જયશ્રી રામ બોલવાને લઇ વાંધો નથી : આઝમનો મત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : લોકસભામાં જયશ્રી રામના નારા લગાવવા પર વિપક્ષી દળોના નેતા પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હવે રામપુરના સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને પણ જયશ્રી રામના નારા પર એક ખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે, તેમને જયશ્રી રામના નારાને લઇને કોઇ વાંધો નથી. તેમને જયશ્રી રામ ઉપર કોઇ વાંધો નથી ત્યારે અલ્લાહ ઓ અકબરથી પણ કોઇ વાંધો અન્યોને હોવો જાઇએ નહીં. આઝમ ખાને જયશ્રી રામના નારા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, અમને જયશ્રી રામના નારાને લઇને કોઇ વાંધો નથી. અમે આવા નારાનો ક્યારે વિરોધ કરતા નથી.

આવીસ્થિતિમાં અલ્લાહો અકબરના નારાથી પણ કોઇને વાંધો હોવો જોઇએ નહીં. આઝમ ખાને પોતાના અંદાજમાં કહ્યું હતું કે, બિનજરૂરીરીતે વાંધાઓ ઉઠાવવાને લઇને બાબત યોગ્ય નથી. મંગળવારના દિવસે સાંસદ અસાસુદ્દીન ઓવૈસી જ્યારે શપથ લઇ રહ્યા હતા ત્યારે ભાજપના કેટલાક સાંસદોએ જયશ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. ગઇકાલે જ સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર રહેમાનના શપથ દરમિયાન ભાજપના સાંસદોએ વંદે માતરમના નારા લગાવ્યા હતા.

શપથગ્રહણ કર્યા બાદ સમાજવાદી પાર્ટીના સાંસદે વંદે માતરમને ઇસ્લામની વિરુદ્ધ ગણાવીને ભારતના બંધારણને લઇને વાત કરી હતી. ઇસ્લામની વિરુદ્ધ તરીકે વંદે માતરમને ગણાવીને વંદે માતરમ બોલવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ ભારતના બંધારણના જિંદાબાદના નારા લગાવ્યા હતા. સંઘ અને ભાજપ ઉપર શાબ્દિક પ્રહાર કરતા આઝમ ખાને કહ્યું હતું કે, જ્યારે શ્રીરામના મુદ્દા ઉપર જુદા જુદા નિવેદન આવી રહ્યા છે. જયશ્રી રામ બોલવાને લઇને જારદાર વાંધો ઉઠાવવો જોઇએ નહીં. જો કે, સંસદમાં ગઇકાલે જયશ્રી રામ બોલાવાને લઇને તંગદિલી ફેલાઈ ગઈ હતી. સંસદમાં જયશ્રી રામના નારાઓ લાગ્યા બાદ સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાન દ્વારા સ્પષ્ટરીતે પ્રતિક્રિયા અપાઈ.

Share This Article