આસામમાં પુરની સ્થિતીમાં ગંભીર : આઠ લાખને અસર

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ગુવાહાટી : આસામમાં ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાયેલી છે. ભારે વરસાદ બાદ પુરના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. વરસાદ અને પુરના કારણે છ લોકોના મોત થઈ ચુક્યા છે. સાત હજારથી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. પુરથી રાજ્યના ૩૩ જિલ્લાઓ પૈકી ૨૧ જિલ્લાઓ ગંભીર રીતે પ્રભાવિત થયા છે. આ પુરથી રાજ્યમાં આઠ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. છ લોકોના મોત થઈ ચુક્યા છે. ૧૧૫૬ જેટલા ગામોમાં રહેતા આઠ લાખથી વધુ લોકોને અસર થઈ છે. રાજ્ય સરકાર બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. ઘર છોડી દીધેલા લોકોને રાહત કેમ્પોમાં મોકલવામાં આવ્યા છે. પુરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને બહાર નીકળી જવા માટે અપીલ કરવામાં આવી છે. પુરથી રાજ્યમાં ૭૬૦૦ લોકો રાહત કેમ્પમાં હાલ રહે છે. તમામ લોકોને ૬૮ રાહત કેમ્પોમાં ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ ભારે વરસાદ બાદ ઉભી થયેલી પુરની સ્થિતિના કારણે ૨૭૮૬૪ હેક્ટર પાર્કને નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા બચાવ કામગીરી વધુ તીવ્ર કરી દેવામાં આવી છે. આસામમાં પુરની સ્થિતી આંશિક રીતે હળવી બનતા બચાવ અને રાહત કામગીરી વધારે ઝડપી કરવામાં આવી રહી છે.

લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ તંત્ર સામે હવે રોગચાળાને રોકવા માટે મોટો પડકાર રહેલો છે. કારણ કે નીચાણવાળા વિસ્તારમાં પાણી રહેલા છે. અસરગ્રસ્ત જિલ્લાની સંખ્યા ૧૧થી વધીને ૨૧ ઉપર પહોંચી ગઇ છે. નવેસરના અનેક વિસ્તારો પુરના સકંજામાં આવી ગયા હોવા છતાં કોઇ ખુવારી થઇ રહી નથી. હવે કુલ અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૮ લાખ ઉપર પહોંચી ગઇ છે. આસામમાં અતિ ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. જેથી લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા છે. જે ૨૧ અસરગ્રસ્ત જિલ્લાઓ રહેલા છે તેમાં ધેમાજી, લખીમપુર, સોનિતપુર, બક્સા, બારપેટા, નાલબેરી, ચિરાંગ અને અન્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે. આસામના ધેમાજી જિલ્લામાં સૌથી વધારે અસર થઇ છે. અહીં ૮૦૦૦૦ લોકોને પુરની અસર થઇ છે. લખીમપુર અને બોન્ગાઇગામમાં પણ ભારે અસર થઇ છે. અ જગ્યાએ ૭૨૦૦૦ લોકો પુરના સંકજામાં આવી ગયા છે. જે મતવિસ્તારનુ પ્રતિનિધીત્વ મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલ કરે છે તે મજાલી દ્ધિપ વિસ્તારમાં ૩૬૦૦૦ લોકોને માઠી અસર થઇ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી ચુકી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએકહ્યુ છે કે ધેમાજીમાં સૌથી વધારે હાલત કફોડી થયેલી છે.

મોરીગાવ જિલ્લાના બાલીમુખ ગામમાં કેટલાક મકાનો પાણીમાં ધુસી ગયા છે. સ્થિતીને સામાન્ય બનાવવા માટે પ્રયાસ જારી છે.આસામમાં પુરના કારણે જે વિસ્તારોને અને જિલ્લાઓને સૌથી વધુ અસર થઈ છે તેમાં દરંડ, બક્સા, બારપેટા, ગોલપારા, મોરીગાંવ, નાગાંવ, જારહાટનો સમાવેશ થાય છે.

Share This Article