કેજરીવાલની પાર્ટી ૪ સીટો પર અને કોંગ્રેસ ૩ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે
અમદાવાદ : લોકસભા ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ તમામ રાજ્યોમાં AAP સાથે ગઠબંધન કરવા જઇ રહી છે. તેમની ગઠબંધનની સમજુતી હેટળ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રણ બેઠક પર લોકસભા ચૂંટણી લડશે. મળતી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થયેલી સમજુતી અનુસાર આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રણ બેઠક પર ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભરુચ અને ભાવનગર સહિત ત્રણ બેઠક પર લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. આ માટે ઉમેદવારના નામ પર મંથન પણ શરુ કરવામાં આવ્યુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને પક્ષો વચ્ચે ગઠબંધન અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે. AAP અને કોંગ્રેસ વચ્ચે સીટો પર સમજૂતી થઈ ગઈ છે. કેજરીવાલની પાર્ટી ૪ સીટો પર અને કોંગ્રેસ ૩ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી દિલ્હીના દક્ષિણ, ઉત્તર પશ્ચિમ, નવી દિલ્હી અને પશ્ચિમ દિલ્હીમાં પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે. કોંગ્રેસ ચાંદની ચોક, પૂર્વ દિલ્હી અને ઉત્તરની બેઠકો પર લડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી દિલ્હીના દક્ષિણ, ઉત્તર પશ્ચિમ, નવી દિલ્હી અને પશ્ચિમ દિલ્હીમાં પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે. તે જ સમયે, કોંગ્રેસ ચાંદની ચોક, પૂર્વ દિલ્હી અને ઉત્તરની બેઠકો પર લડી શકે છે. પંજાબમાં AAP અને કોંગ્રેસ વચ્ચે વાતચીત ચાલી શકી નહીં. બંને પક્ષ અહીં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તાજેતરમાં જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી રાજ્યની તમામ ૧૩ બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરશે. તેમણે કહ્યું કે પંજાબના લોકોએ પરંપરાગત રાજકીય પક્ષોના નેતાઓના ઘમંડને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધું છે અને આ લોકસભા ચૂંટણીમાં જ્યારે આમ આદમી પાર્ટી તમામ બેઠકો જીતશે ત્યારે જે કંઈ પણ બચશે તે નાશ પામશે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ માટે છેલ્લા ત્રિમાસિકમાં વિક્રમ ઉછાળ સાથે નાણાકીય વર્ષ 25ની સમાપ્તિ
ચોથા ત્રિમાસિકમાં કર બાદના નફામાં 87% વૃધ્ધિ સાથે રુ.714 કરોડ વડોદરા: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના અંગ અને મોટા સ્માર્ટ...
Read more