સુપર થર્ટીના સંસ્થાપક આનંદ કુમાર સતત ચર્ચામાં રહ્યા બાદ હવે તેમની લાઇફ પર બનેલી ફિલ્મના કારણે પણ ફરી ચર્ચામાં આવી ગયા છે. પટણામાં તેમના કામને સન્માન એટલા માટે મળ્યુ કે તેમની સંસ્થાના વિદ્યાર્થીઓ સતત આઇઆઇટી પ્રવેશ પરીક્ષામાં સફળ થતા રહ્યા છે. આનંદ ગરીબ પરિવારના બાળકોના માત્ર ફ્રીમાં કોચિંગ જ આપતા નથી બલ્કે તેમના માટે ખાવા પીવાની વ્યવસ્થા પણ કરે છે. પોતાની તરફથી આ વ્યવસ્થા આનંદ કુમાર કરે છે. આ રીતે આનંદે બિહારના અનેક ગરીબ પરિવારોના જીવનમાં ખુશી લાવી દીધી છે. અનેક વિદ્યાર્થીઓને ખુબ આગળ વધારી દીધા છે.
આજે જ્યારે ભારતીય મધ્યમ વર્ગના પરિવારમાં આઇઆઇટી જેવી સંસ્થામાં પ્રવેશ માટે મારામારી મચેલી છે અને કોટિંગ પર લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે ત્યારે એક ખેડુત અને મજદુરના બાળકને ત્યાં સુધી પહોંચાડવાની બાબત એક અસામાન્ય કામ છે. આનંદે સાબિતી આપી છે કે સમાજના દરેક વર્ગના વિદ્યાર્થીઓમાં ઉપર જવાની ક્ષમતા રહેલી છે. પરંતુ કમજોર ઘરના બાળકો આગળ આવી શકતા નથી કારણ કે આ સિસ્ટમને પૈસા દ્વારા હાઇજેક કરી લેવામાં સફળતા મળી છે. આઇઆઇટીની પ્રવેશ પરીક્ષનુ સ્વરૂપ જા કોચિંગની જરૂરિયાત ઉભી ન કરે તો સમાજના દરેક વર્ગની તેમાં પ્રવેશની તક રહેલી છે. પરંતુ આજે આ સંસ્થાઓમાં મોટા ભાગે એવા વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવી રહ્યા છે જે લાખોની કોચિંગ કરે છે.
જો કે આનંદની પોતાની મર્યાદા છે. આનંદે ક્યારેય સિસ્ટમના વિકલ્પની શોધ કરી નથી. પોતાના સંકલ્પ સાથે બનાવવામાં આવેલા સિસ્ટમની હદ વધારી દીધી છે. તેમના પ્રયાસોના કારણેજ એવા ખુબ ઓછા લોકોની પણ તક સર્જાઇ ગઇ છે જે સાધનના અભાવના કારણે આનાથી વંચિત રહી જાય છે. જો કે આનંદ કુમારનુ કદ જો તેઓએ દમઘોટુ શિક્ષણ વ્યવસ્થાની સામે અને તેને બદલવા સામે આગળ આવ્યા હોત તો તેમનુ કદ વધારે વધી ગયુ હોત. વાસ્તવિકતા એ છે કે પ્રવેશ પેપર હલ કરવાની પ્રક્રિયાને જ આનંદે ચરમસીમા પર પહોંચાડી દેવામાં સફળતા મેળવી છે. શિક્ષણને નુકસાન કરી રહેલી કોચિંગ વ્યવસ્થાની સામે એક સમાંતર પેટા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દેશના તમામ શિક્ષણ શા†ીઓ અને નિષ્ણાંતો માને છે કે કોચિંગના કારણે શિક્ષણનુ સ્તર ખરાબ થઇ ગયુ છે. વૈજ્ઞાનિક ઉત્સુકતા અને ટેકનિકલ પાસા માટે અહીં કોઇ અવકાશ નથી.
બાળકો મશીનની જેમ કોચિંગ ક્લાસ અટેન્ડ કરે છે. તેમના જીવલેણ રૂટીનથી બિમાર થઇ રહ્યા છે. ડિપ્રેશનમાં જઇ રહ્યા છે. આત્મહત્યાના રસ્તાને પણ અપનાવી રહ્યા છે. મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પોતાની રચનાત્મકતા વૈજ્ઞાનિકો, ગણિતનિષ્ણાંતો અને અન્ય પર ખર્ચ કરે તો વધારે સારી બાબત રહેશે. શ્રીનિવાસ રામાનુજન પર ફિલ્મ જાવા માટે અમને હોલિવુડ પર કેમ જવુ પડે છે. કમનસીબ બાબત એ છે કે વર્ષ ૨૦૦૯માં કેમિસ્ટ્રી માટે નોબેલ જીતનાર વેંકટરમન રામકૃષ્ણને જે કોચિંગ ઇન્ડસ્ટ્રીઝને ભારતની વિજ્ઞાન ટેકનોલોજી માટે સૌથી નુકસાનકારક ગણાવી હતી તેમાં જ અમને આજે હિરો નજરે પડી રહ્યા છે.