અમદાવાદઃ સ્વાદપ્રિય શહેરીજનો માટે આનલ કોટકનું નામ હવે અજાણ્યું રહ્યું નથી. ત્યારે હવે શહેરીજનો સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી શકે તે માટે આનંલ કોટક દ્વારા તેમની નવી રેસ્ટોરેન્ટ ‘522’નો શુંભારંભ એક અનોખા અંદાજમાં કરવામાં આવ્યો. આ રેસ્ટોરન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આનલ કોટક દ્વારા SHE TEAMના મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓને સન્માનિત કરીને તેમની સેવાને બિરદાવવામાં આવી હતી. આ નવું ઉદ્ઘાટિત કરાયેલ રેસ્ટોરન્ટ ‘522’ અમદાવાદ અને ગાંધીનગરને જોડતા તપોવન સર્કલની નજીક સ્વ ભગવતી સામે ટીપી રોડ નં. 44, સર્વે નં. 717/3 પ્લોટ નં. 85 ખાતે આવેલું છે.
રેસ્ટોરેન્ટ ‘522’ના ઉદ્ઘાટન પ્રસંગે આનલ કોટકે જણાવ્યું, “આપણે શહેરમાં શાંતિથી મુક્ત રીતે હરીફરી શકીએ છીએ, કારણકે આપણે જાણીએ છીએ કે આપણી સુરક્ષા SHE TEAMના હાથોમાં છે, જેઓ ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને સલામતી પૂરી પાડવા માટે 24 કલાક ખડેપગે હોય છે. આજે મારા નવા રેસ્ટોરન્ટ 522ના ઉદ્ઘાટન સમારંભે હું શ્રીમતી લિપી ખંડાર સાથે મળીને અમદાવાદ SHE TEAMની મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓનું સન્માન કરીને તમામ મહિલાઓ વતી કૃતજ્ઞતા વ્યક્ત કરી રહી છું.”
આનલ કોટકે વધુમાં જણાવ્યું, “એક મહિલા ઉદ્યોગસાહસિક તરીકે, શહેરની સુરક્ષામાં SHE TEAMના મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓ દ્વારા અપાતી અદમ્ય સેવાના મહત્વતાને હું બખૂબી જાણું છું. તેથી તેઓની અદમ્ય સેવાને બિરદાવીને અમારા દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. ખૂબ જ નમ્રતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક સમાજની સેવા કરી રહેલા આ મહિલા અધિકારીઓ અને કોન્સ્ટેબલ આપણા વાસ્તવિક હીરો છે. હું દ્રઢપણે માનું છું કે આ SHE TEAMના સાહસને પ્રોત્સાહન આપતી આ પ્રકારની પહેલથી સમાજમાં સકારાત્મક સંદેશ પહોચશે.”