ધૂમ ૪’થી કમબેક કરવા માગે છે આમિર ખાન : આદિત્ય ચોપરાને ફિલ્મની સિક્વલ માટે વિનંતી કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આમિર ખાન ટૂંક સમયમાં ‘ધૂમ ૪’માં જોવા મળી શકે છે. હાલમાં જ આમિરે યશ રાજ ફિલ્મ્સને એક્શન ફિલ્મ ‘ધૂમ’ સિરીઝની સિક્વલ બનાવવા અને ફિલ્મના પાત્રો ‘સાહિર’ અને ‘સમર’ને સ્ક્રીન પર પાછા લાવવા વિનંતી કરી છે.ફિલ્મ ‘કેમ્પિયોનિસ’માં કામ કરવાની ના પાડી ગત વર્ષે રિલીઝ થયેલી ‘લાલ સિંહ ચઢ્ઢા’થી આમિર બ્રેક પર છે. એક રિપોર્ટ અનુસાર, ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફ્લોપ થયા પછી આમિર ખાન થોડા સમય સુધી કોઈ ફિલ્મમાં કામ કરવા ઈચ્છતો ન હતો. આમિરે છેલ્લી ઘડીએ સ્પેનિશ ફિલ્મ ‘કેમ્પિયોનિસ’ની હિન્દી રિમેકમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

એક પ્રેસ કોન્ફરન્સમાં આમિરે જણાવ્યું હતું કે, તેણે પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માટે આવું કર્યું છે. ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ના નિર્દેશક આરએસ પ્રસન્ના આ ફિલ્મનું નિર્દેશન કરવાના હતા. આમિરે તેમાં કામ કરવાને બદલે ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું પસંદ કર્યું.’પઠાન’ની સફળતા બાદ યશરાજ સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘ટાઈગર ૩’ પણમેકિંગમાં છે. જેના કારણે આમિરે આદિત્ય ચોપરાને ‘ધૂમ’ની સિક્વલ રિલીઝ કરવા વિનંતી કરી છે. ઇ-ટાઈમ્સના રિપોર્ટ મુજબ, આમિર ખાન પણ ધૂમની સિક્વલમાં પોતાનું પાત્ર પાછું લાવવા માંગે છે. ‘ધૂમ ૩’, ‘ગજની’, ‘સરફરોશ’ અને ‘ગુલામ’ જેવી ફિલ્મોમાં આમિરની એક્શન સિક્વન્સ ફેન્સને ઘણી પસંદ આવી હતી. આ બાદ તેમાંથી બ્રેક લીધો કારણ કે તે પ્રેક્ષકો સુધી સમાન પ્રકારની સામગ્રી પહોંચાડવા માગતો ન હતો. પરંતુ, હવે આમિર એવી સ્ક્રિપ્ટ શોધી રહ્યો છે જે તેને રોમાંચક એક્શન કરવાની તક આપે.

Share This Article