આમિરની સીક્રેટ સુપર સ્ટાર અને દંગલ જેવી ફિલ્મો ચાઈનામાં બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. આમિરની ફિલ્મોને એન્જાેય કરનારા હોલિવૂડ સ્ટાર્સમાં ટોમ હેન્ક્સનો પણ સમાવેશ થાય છે. આમિર અને ટોમ હેન્ક્સની મુલાકાત ૨૦૧૪-૧૫ના વર્ષમાં જર્મની ખાતે થઈ હતી. ફિલ્મ મેકર સ્ટીવન સ્પિલબર્ગે આ મીટિંગ કરાવી હતી. હકીકતમાં આમિર ખાન ફોરેસ્ટ ગમ્પની રીમેક બનાવવા માગતા હતા. રીમેકના રાઈટ્સ ફિલ્મના ડિરેક્ટર રોબર્ટ ઝેમેકિસ પાસે હતા, પરંતુ તેમણે આમિરને મળવાની જ ના પાડી દીધી હતી.
આખરે આમિરે સ્ટીવન સ્પિલબર્ગને વાત કરી, કારણ કે રોબર્ટ સાથે તેમના રિલેશન સારા છે. અને, તેમની ભલામણ હોય તો રોબર્ટ સંમત થઈ જશે તેવી આમિરને ખાતરી હતી. તે સમયે સ્પિલબર્ગ પોતાની ફિલ્મ બ્રિજ ઓફ સ્પાઈસનું શૂટિંગ કરતા હતા. આ ફિલ્મમાં ટોમ હેન્ક્સનો લીડ રોલ હતો અને ફોરેસ્ટ ગમ્પમાં પણ ટોમ હેન્ક્સ જ હતો. લાલ સિંહ ચઢ્ઢામાં આમિરે ટોમ હેન્ક્સવાળો રોલ જ કરવાનો હતો. સ્પિલબર્ગને મળવા આમિર બ્રિજ ઓફ સ્પાઈસના સેટ પર પહોંચ્યો ત્યારે ટોમ હેન્ક્સ પણ હતો.
આમિરનો પરિચય આપતાં સ્પિલબર્ગે તેને જેમ્સ કેમેરોન ઓફ ઈન્ડિયા કહ્યો હતો કારણ કે, જેમ્સ કેમેરોન પોતાની જ ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ તોડતા હોય છે. આમિરના કિસ્સામાં પણ તેવું જ હતું. જવાબમાં ટોમ હેન્ક્સે કહ્યું હતું કે, તેણે ૩ ઈડિયટ્સ ફિલ્મ ત્રણ વખત જાેઈ હતી. આમિરની વાત સાંભળીને સ્પિલબર્ગે કહ્યું હતું કે, રોબર્ટ સાથેના તેમના રિલેશન પિતા-પુત્ર સમાન છે. પરંતુ આમિરને રૂબરૂમાં ના પાડવાની સ્થિતિ ટાળવા માટે રોબર્ટ મળવાની ના પાડતા હતા. જાે કે ત્યારબાદ પણ આમિરે પ્રયાસ ચાલુ રાખ્યા અને આખરે ફોરેસ્ટ ગમ્પની રીમેક લાલ સિંહ ચઢ્ઢા તરીકે આવી રહી છે.
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાનની દરેક ફિલ્મ એન્ટરટેઈનમેન્ટની સાથે વિચારવા માટે પણ મજબૂર કરે છે. સ્ટ્રોંગ મેસેજ ધરાવતી આમિરની ફિલ્મોને દેશ ઉપરાંત દુનિયામાં પણ વખાણવામાં આવે છે. આમિરની ફિલ્મો જાેઈને તેના ફેન બનેલા લોકોમાં હોલિવૂડ સેલિબ્રિટીઝનો પણ સમાવેશ થાય છે. લીજન્ડરી ફિલ્મમેકર સ્ટીવન સ્પિલબર્ગે આમિરનો પરિચય ટોમ હેન્ક્સ સાથે કરાવ્યો હતો અને આ સમયે આમિરને ઈન્ડિયાનો ટોમ હેન્ક્સ કહ્યો હતો.