ઇન્ડિયા ગઠબંધનનાં ર્નિણયથી કોંગ્રેસનું પત્તુ કપાઈ જતા પક્ષના કાર્યકરોમાં નારાજગી જાેવા મળી
અમદાવાદ : આખરે અનેક અટકળો બાદ ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતની સીટની ફાળવણી પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સહમતી થઇ છે. બેઠકની ફાળવણીઓમાં ભરૂચ બેઠક ચર્ચાના કેન્દ્રસ્થાને રહી છે. ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડશે. કોંગ્રેસનું પત્તુ કપાઈ જતા પક્ષના કાર્યકરોમાં નારાજગી જાેવા મળી રહી છે. ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ બેઠકની ઉમેદવારી આમ આદમી પાર્ટીના ફાળે જવાથી કોંગ્રેસમાં નારાજગી જાેવા મળી રહી છે. આ બેઠક પર અહેમદ પટેલના પરિવારના સમર્થકો ર્નિણયથી હતાશ છે. કોંગ્રેસ તરફે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની મજબૂત દાવેદારી હતી. સીટની ફાળવણી બાદ મુમતાઝ પટેલે ંદૃ૯ સાથે વાતચીત કરી હતી. મુમતાઝે ગઠબંધનના ર્નિણય સામે કહ્યું હતું કે હું કોંગ્રેસના સૈનિક તરીકે ર્નિણયથી સાથે છું પણ સહમત નથી. વધુમાં તેમને ઉમેર્યું હતું કે કોંગ્રેસના કાર્યકર તરીકે હું આમ આદમી પાર્ટીનો પ્રચાર કરીશ નહીં. આપ ને સીટની ફાળવણીથી નારાજ હોવાની મુમતાઝ પટેલે સ્પષ્ટતા કરી હતી.
હિટવેવથી બચવા સાવચેતી રાખવા શું કાળજી રાખવી, રાખો માત્ર આટલું ધ્યાન
માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ હાલમાં...
Read more