મુંબઇ : અભિનેત્રી આલિયા ભટ્ટે ખુલાસો કરતા કહ્યુ છે કે વહેલી તકે લગ્ન કરવા માટેની કોઇ યોજના નથી. તેનુ કહેવુ છે કે તેના લગ્ન માટે હજુ ચાહકોને થોડાક સમય સુધી રાહ જાવી પડશે. હાલમાં બોલિવુડમાં લગ્નનુ વાતાવરણ ચાલી રહ્યુ છે. દિપિકા અને રણવીરસિંહના લગ્ન થયા બાદ હવે પ્રિયંકા અને જાનસના લગ્ન થનાર છે. આલિયા ભટ્ટે ખુલાસો કરતા કહ્ય છે કે તેના ચાહકો અને શુભચિંતકોને હાલમાં રાહ જાવી પડશે. હજુ સુધી એવા હેવાલ આવી રહ્યા હતા કે આલિયા અને રણબીર કપુર પણ વર્ષ ૨૦૧૯માં લગ્ન કરી લેશે. આલિયા ભટ્ટે કહ્યુ છે કે જા લોકો તેના લગ્નની રાહ જાઇ રહ્યા છે તો હજુ થોડાક સમય સુધી રાહ જાવી પડશે. આલિયા અને રણબીર કપર એકબીજાના પ્રેમમાં છે તે બાબત જાહેર થઇ ચુકી છે.
કારણ કે રણબીર કપુર અને આલિયા થોડાક સમય પહેલા સોનમ કપરના લગ્નમાં સાથે નજરે પડ્યા હતા. જાધપુરમાં હવે પ્રિયંકા અને નિક જાનસના લગ્ન થનાર છે. આ અંગે પ્રતિક્રિયા આપતા આલિયાએ કહ્યુ છે કે તે પ્રિયંકાના લગ્નને લઇને ભારે ઉત્સુક છે. પ્રિયંકા પ્રત્યે તે ખુબ સન્માન ધરાવે છે. તે તેની ફેવરીટ સ્ટાર તરીકે રહી છે. રણબીર કપુર અને આલિયા હાલમાં સાથે એક ફિલ્મમાં કામ કરી રહ્યા છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મને લઇને તે આશાવાદી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૯માં ક્રિસમસ પર રજૂ કરવામાં આવનાર છે.
નિર્માતા નિર્દેશક અયાન મુખર્જી દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મને લઇને આલિયા અને રણબીર કપુર બંને ખુશ છે. સંજુ ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કર્યા બાદ હવે રણબીર કપુર સૌથી મોટા સ્ટાર તરીકે છે. ફિલ્મને અભૂતપૂર્વ સફળતા હાથ લાગી હતી. સંજયદત્તની ભૂમિકા રણબીર કપુરે જારદાર રીતે અદા કરી હતી. હવે તે સૌથી વધુ માંગ ધરાવતો સ્ટાર છે.