હવે આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આલિયા ભટ્ટ અને રણબીર કપુર વચ્ચેના સંબંધોને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. જા કે બંને તરફથી સાર્વજનિક રીતે સંબંધોને લઇને કબુલાત કરવામાં આવી નથી. જા કે તેમની વચ્ચેની જે રીતની કેમિસ્ટ્રી છે અને બંને જે રીતે સાથી ફરી રહ્યા છે તે જાતા બંને પ્રેમમાં છે. ટુંક સમયમાં જ આની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી શકે છે. રણબીર કપુર અને આલિયાના પરિવારના સભ્યોને પણ તેમના સંબંધોને લઇને કોઇ વાંધો નથી. સોશિયલ મિડિયા પર તેમના ફોટો હવે વધુને વધુ વાયરલ થઇ રહ્યા છે. જે દર્શાવે છે કે સંબંધો વધુ મજબુત થઇ રહ્યા છે. આલિયા ટુંક સમયમાં જ કંલક ફિલ્મમાં નજરે પડનાર છે.

આના માટે તે હાલમાં કારગીલમાં શુટિંગ કરી રહી હતી. ત્યાં શુટિંગ કરીને તે સીધી રીતે ન્યુયોર્ક પહોંચી ગઇ છે. જ્યાં રણબીર, રિશી કપુર અને નીતુ હાલમાં છે. હાલમાં રિશી કપુરની સારવાર ન્યુયોર્કમાં ચાલી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટ દ્વારા ફોટો પોસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં તે ન્યુયોર્કના નજરે પડી રહી છે. તે ખુબ ખુશ પણ દેખાઇ રહી છે. તે રણબીર કપુર સાથે સમય ગાળવા માટે પહોંચી છે. આલિયાએ રણબીર માટે સપ્ટેમ્બર મહિનામાં જન્મદિવસ માટે જાતે કેક બનાવી હતી. સાથે સાથે ફોટો પોસ્ટ કર્યા હતા.

ફિલ્મ બ્રહ્યાસ્ત્રમાં બંને સાથે કામ પણ કરી રહ્યા છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો આલિયા અને રણબીર કપુરના પરિવારના સભ્યો સંબંધને મંજુરી આપી ચુક્યા છે. આ જ કારણસર રમીબર અને આલિયા એકબીજાના પરિવારના સભ્યો સાથે પણ નજરે પડે છે. આલિયા ભટ્ટ હવે બોલિવુડમાં મજબુત રીતે સક્રિય થઇ ચુકી છે. સાથે સાથે તે સુરક્ષિત સ્ટાર તરીકે પણ બની ગઇ છે.

Share This Article