આલિયા ભટ્ટ હાલ રણબીર કપુરથી નારાજ થયેલી છે ?

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  રણબીર કપુર અને આલિયા ભટ્ટ વચ્ચે પ્રેમ સંબંધો છે અને બંને રિલેશનશીપમાં છે તેવા હેવાલ અંગે માહિતી તમામ લોકોને મળી રહી છે. બંનેની સાથે કોઇ ફિલ્મ ન આવી હોવા છતાં બંને વચ્ચે જે કેમિસ્ટ્રી જાવા મળે છે તે તમામને ભારે પ્રભાવિત કરે છે. રિયલ લાઇફમાં આ બંને જ્યારે પણ સાથે નજરે પડે છે ત્યારે તેમની કેમિસ્ટ્રી તમામને પ્રભાવિત કરે છે. જા કે તેમની હાલમાં એક ફોટો આવ્યા બાદ તેની ચર્ચા હવે  શરૂ થઇ છે. આ ફોટો તેમની આવનાર ફિલ્મ બ્રહ્યા†ના સેટ પરથી લીક થયો છે. ફોટોમાં આલિયા ભટ્ટ ખુબ જ અપસેટ દેખાઇ રહી છે. જ્યારે રણબીર કપુર પોતાના મોબાઇલ ફોનમાં કઇ નિહાળતો નજરે પડી રહ્યો છે. એવુ બની શકે છે કે આ ફિલ્મના લાંબા શુટિંગના કારણે થાક હોઇ શકે છે.

જેના કારણે આલિયા થાકેલી દેખાઇ રહી છે. અયાન મુખર્જીની નવી ફિલ્મમાં બન્ને સાથે કામ કરી રહ્યા છે. રણબીર અને આલિયા હાલમાં જ ફિલ્મના શુટિંગમાં પરત ફર્યા છે. રણબીરના પિતા અને વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા રિશિ કપુરની સારવાર ન્યુયોર્કમાં ચાલી રહી છે. આવી Âસ્થતીમાં આલિયા અને રણબીર બંને ન્યુયોર્ક પહોંચી ગયા હતા. રણબીર અને આલિયાના એ વખતે રિશિ કપુર અને પરિવારના અન્ય સભ્યો સાથે કેટલાક ફોટો પણ જારી કરવામાં આવ્યા હતા.

રણબીરની સાથે આલિયાની જાડીને પરિવારના તમામ સભ્યો ખુબ પસંદ કરી રહ્યા છે. જેથી એવી ચર્ચા પણ છેડાઇ છે કે બંને હવે લગ્ન કરી શકે છે. આલિયા ભટ્ટ પણ અનેક હિટ ફિલ્મો આપી ચુકી છે. બીજી બાજુ સંજુ ફિલ્મને બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મળી ગયા બાદ રણબીર બોલિવુડમાં સૌથી મોટા સ્ટાર અભિનેતા તરીકે ઉભરી ચુક્યો છે. રાજકુમાર હિરાનીની ફિલ્મમાં તે સંજયદત્તના રોલમાં છવાઇ ગયો હતો.

 

Share This Article