આકાશ ઈન્સ્ટિટ્યૂટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પરીક્ષાની જાહેરાત કરી

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

 

અમદાવાદ : સમગ્ર દેશમાં 186થી વધુ કેન્દ્રો સાથે આશાસ્પદ ડૉક્ટર્સ અને આઈઆઈટીયન્સ માટે પરીક્ષાની તૈયારીઓની સેવામાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડે તેની વાર્ષિક શિષ્યવૃત્તિ પરીક્ષા આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ (એનધી)ના આયોજનની જાહેરાત કરી છે, જે આ વર્ષે દેશના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20મી ઑક્ટોબર 20 (રવિવારે) યોજાશે.

ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પરીક્ષાઓમાંની એક હોવાના કારણે એનધી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 100% સુધીની શિષ્યવૃત્તિ મેળવવાની તક આપે છે અને તેમને ડૉક્ટર્સ અને આઈઆઈટીયન્સ બનવાના તેમના પ્રયાસમાં પ્રથમ પગલું ભરવામાં મદદરૂપ થાય છે. ધોરણ 8થી 12મા સુધીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ શકશે.

વિદ્યાર્થીઓ અને માતા-પિતાઓ તરફથી મળતા પ્રતિભાવ અને માગને ધ્યાનમાં રાખીને આ વર્ષે એનધી માટે અગાઉના વર્ષો કરતાં વિપરિત ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને પણ તક અપાઈ છે.

વર્ષ 2010માં શરૂ કરીને અત્યાર સુધીમાં આકાશ રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા (એનધી)માં 15.61 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. વર્ષ 2018માં જ સૌથી વધુ 3 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.

પરીક્ષાની વિગતો

·         એનધી પરીક્ષા કુલ 360 માર્કની હશે અને ધોરણ 11 અને 12માં એન્જિનિયરિંગના આશાસ્પદો સિવાય ધોરણ 8થી ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી માટે 90 એમસીક્યુ પ્રકારના પ્રશ્નોની પરીક્ષા લેવાશે.

·         ધોરણ 8થી 10ના વિદ્યાર્થીઓએ ભૌતિક વિજ્ઞાન, રસાયણ, જીવવિજ્ઞાન, ગણિત અને માનસિક ક્ષમતા જેવા વિષયોની પરીક્ષા આપવાની રહેશે.

·         મેડીકલ ક્ષેત્રમાં આગળ વધવા માગતા ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓના વિષયો ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન (બોટની) અને પ્રાણીશાસ્ત્ર (ઝૂલોજી)નો અભ્યાસ કરવાનો રહેશે.

·         એન્જિનિયરિંગના ધોરણ 11 અને 12ના આશાસ્પદો માટેના વિષયો ભૌતિક વિજ્ઞાન, રસાયણ અને ગણિત હશે તથા કુલ 300 માર્કની પરીક્ષામાં  75 માર્ક એમસીક્યુ પ્રકારના પ્રશ્નોના રહેશે.

·         બધા જ  ધોરણો માટે પરીક્ષાનો સમય બે ક્લાકનો રહેશે.

 

એનધી 2019 માટે નોંધણી કરાવવાની અંતિમ તારીખ ઑક્ટોબર 15, 2019 (મંગળવાર) છે. આ પરીક્ષામાં ભાગ લેવા માટે રૂ. 500ની ફી ભરવાની રહેશે જે નેટબેન્કિંગ ચેનલ્સ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ મારફત અથવા સીધા જ આકાશ ઈન્સ્ટિટ્યૂટની શાખા/કેન્દ્રમાં આવીને ચૂકવી શકાશે. એનધી માટે નોંધણી કરાવનારા વિદ્યાર્થીઓને તેઓ હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતાં હોય તેના માટે આકાશ આઈટ્યુટર (Aakash iTutor) પર ડેઈલી પ્રેક્ટિસ ટેસ્ટ (ડીપીટી) કાર્યક્રમાં પણ પ્રવેશ મળશે.

ધોરણ 8થી 12ના 2,000થી વધુ વિદ્યાર્થીઓ ટ્યુશન ફી પર 100% શિષ્યવૃત્તિ મેળવી શકશે જ્યારે 600 વિદ્યાર્થીઓ રોકડ ઈનામ મેળવી શકશે.

સૌથી વધુ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓથી આગળ એનધી પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા મેળવાયેલા માર્ક્સ/સ્કોરના આધારે ટ્યુશન ફી પર આકર્ષક શિષ્યવૃત્તિ પણ મળશે.

રાષ્ટ્રવ્યાપિ પ્રતિભા શોધ માટેની પરીક્ષા આસામ, આંધ્ર પ્રદેશ, બિહાર, ચંડીગઢ, છત્તિસગઢ, દિલ્હી, ગોવા, ગુજરાત, હરીયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં યોજાશે. ગુજરાતી માધ્યમના તબીબી આશાવાદીઓ તમામ ANTHE લાભ મેળવી શકે તે સુનિશ્ચિત કરવા માટે પ્રથમ વખત ANTHE ગુજરાતી માધ્યમમાં પણ કરવામાં આવશે.એઈએસએલએ એવી પણ જાહેરાત કરી હતી કે લઘુત્તમ શરતોને આધિન વિદ્યાર્થીઓ, માતા-પિતાઓ અને સ્કૂલ ઓથોરિટીની વિનંતીને પગલે અનેક શહેરોમાં એનધીના વધુ કેન્દ્રો ખોલવામાં આવશે.

એનધીના લોન્ચિંગ અંગે ટીપ્પણી કરતાં આકાશ એજ્યુકેશન સર્વિસીસ લીમીટેડ (એઈએસએલ)ના કો-પ્રમોટર અને સીઈઓ તથા પલાક્ષ યુનિવર્સિટીના સ્થાપક અને ટ્રસ્ટી શ્રી આકાશ ચૌધરીએજણાવ્યું હતં કે, ‘છેલ્લા એક દાયકામાં એનધીને મળેલા અસાધારણ પ્રતિસાદથી અમે અભિભૂત થઈ ગયા છીએ. તે આજે મેડીકલ અથવા આઈઆઈટીનું સ્વપ્ન સેવનારા આશાસ્પદ વિદ્યાર્થીઓ માટે દેશમાં સૌથી મોટા પ્રવેશદ્વારમાંથી એક તરીકે ઊભરી આવી છે. ગયા વર્ષે એનધી માટે 3 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અમને વિશ્વાસ છે કે અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ પ્રતિષ્ઠિત પ્રતિભા શોધ પરીક્ષા માટે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અરજી કરશે અને તેમની કારકિર્દીના લક્ષ્યાંકો પૂરા કરવા માટેની તક ઝડપવા અરજી કરવા આગળ આવશે.’

Share This Article