નવી દિલ્હી : વર્ષ ૨૦૧૯ લોકસભા ચૂંટણીને લઇને ઉત્તરપ્રદેશમાં આજમગઢ સીટની ચર્ચા હવે જાવા મળી રહી છે. વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં મોદી લહેર છતાં સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવે આ સીટ બચાવી લેવામાં સફળતા મેળવી હતી. સમાજવાદીઓના ગઢ તરીકે આ બેઠકને ગણવામાં આવે છે. આ વખતે સમાજવાદી પાર્ટીએ પોતાની રણનિતી આ બેઠક માટે બદલી નાંખી છે. આ વખતે મુલાયમસિંહ યાદવ આ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા નથી. તેમના બદલે આ વખતે આ સીટ પરથી મુલાયમસિંહ યાદવના પુત્ર અને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ મેદાનમાં છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ સુધી કોઇ ઉમેદવારના નામની જાહેરાત કરી નથી પરંતુ ભાજપ તરફથી આ સીટ પર ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર દિનેશ લાલ યાદવને મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. આજમગઢ બેઠકને લઇને હજુ સુધી રાજકીય પક્ષોમાં કોઇ વધારે હિલચાલ જાવા મળી રહી નથી. સ્થાનિક લોકોના મુડને અહીં સરળતાથી સમજી શકાય છે. ૧૨મી મેના દિવસે આજમગઢમાં ચૂંટણી યોજાનાર છે. જા કે અહીં રાજકય હલચલ ખુબ ઓછી છે.
રાજકીય પક્ષો અને પાર્ટીઓના પોસ્ટર હાલમાં નહીંવત જેવા છે. આનુ કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના ઉમેદવારના નામની જાહેરાત હજુ કરવામાં આવી નથી. અખિલેશનુ નામ ચોકસપણે સમાજવાદી પાર્ટીમાંથી નક્કી થઇ ગયુ છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે તો અહીં એટલે કે આજમગઢમાં આશરે ૧૬ ટકા મુસ્લિમ છે. આશરે ૨૫ ટકા દલિતો છે. જા ચૂંટણીમાં જાતિગત આંકડા પ્રભુત્વ મેળવે છે તો ચોક્કસપણે ગઠબંધનમાં સાથેઆવ્યા બાદ સમાજવાદી પાર્ટીને ફાયદો થશે. ચૂંટણી ઇતિહાસ પર નજર કરવામાં આવે તો પણ અહીં ૭૦ના દશક બાદ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીનુ પ્રભુત્વ રહ્યુ છે. વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત મેળવી હતી. આજમગઠ સંસદીય ક્ષેત્રમાં પાંચ વિધાનસભા સીટ આવે છે. જે પૈકી સમાજવાદી પાર્ટીની કોઇ સીટ પર જીત થઇ ન હતી. ભોજપુરી સ્ટાર દિનેશ લાલને લઇને પણ મતદારો વિભાજિત દેખાય છે. જેથી હાલમાં કોઇ ટિપ્પણી કરવી યોગ્ય નથી.