અમદાવાદ: આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (અગાઉ આદિત્ય બિરલા ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ. નામથી ઓળખાતી)ની પેટા કંપની આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડ (અગાઉ બિરલા સન લાઈફ એસેટ મેનેજમેન્ટ કંપની લિ. તરીકે ઓળખાતી) અને આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડ (એબીએસએલએમએફ)ના ઈન્વેસ્ટમેન્ટ મેનેજરે ગુજરાતમાં સુરેન્દ્રનગર અને હિંમતનગર ખાતે બે ફુલ-સર્વિસ શાખાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી. સુરેન્દ્રનગરની શાખા ૧૪૫, મેગા મોલ, મિલન સિનેમા નજીક, સ્ટેશન માર્ગ, સુરેન્દ્રનગર – ૩૬૩૦૦૨ ખાતે જ્યારે હિંમતનગરની શાખા ૧ કુમાર હાઉસ, દુર્ગા બજાર, રેલવે ક્રોસિંગ નજીક, હિંમતનગર – ૩૯૩૦૦૧ ખાતે સ્થિત ધમધમતી થઇ છે. આ નવી શાખાઓ સુરેન્દ્રનગર અને હિંમતનગરમાં મ્યુચ્યુઅલ ફંડના પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ બંને શહેરો ગુજરાતમાં સૌથી ઝડપથી વિકસતા કેન્દ્રો છે.
ગુજરાતમાં નાણાકીય રોકાણ વધારવા રોકાણકારોને મદદરૂપ થવા માટે આ શાખાઓ ગુજરાતમાં એબીએસએલએમએફની વૃદ્ધિમાં સક્રિય યોગદાન આપશે. આ લોન્ચિંગ અંગે વાત કરતાં આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડના સીઈઓ એ. બાલાસુબ્રમણ્યને જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમારી હાજરી મજબૂત બનાવતા અમને આનંદ થાય છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ગુજરાત યોગદાન આપનાર એક મહત્વનું રાજ્ય છે. સુરેન્દ્રનગર અને હિંમતનગર તેમજ લિંબડી, હળવદ, ધ્રાંગધ્રા, ઈડર, મોડાસા, વિજાપુર, પ્રાંતિજ અને તલોદમાંથી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રીટેલ રોકાણકારોનો રસ સ્થિરતાપૂર્વક વધી રહ્યો છે. અમને ખાતરી છે કે, બે નવી શાખાઓ સ્વરૂપે અમારી હાજરીથી આ બજારોમાં સંભાવનાઓનો અમે લાભ મેળવી શકીશું અને અમારી વૃદ્ધિની વ્યૂહરચના સાથે ગુજરાતમાં અમારી હાજરીને વિસ્તારી શકીશું.
નવી શાખાઓ આ પ્રદેશોમાં રીટેલ અને સંસ્થાગત રોકાણકારો તથા ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનર્સની નાણાકીય રોકાણની જરૂરિયાતો પૂરી કરી શકશે. તે નવા સંભવિત ગ્રાહકોને એબીએસએલએમએફના ઉત્પાદનો અને સેવાઓ પણ દર્શાવશે. રોકાણકારો અને ડિસ્ટ્રીબ્યુટર્સ સમગ્ર ભારતમાં આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના હોલમાર્ક સમાન મ્યુચ્યુઅલ ફંડ સોલ્યુશન્સ, ટ્રાન્ઝેક્શન્સ અને સર્વિસ સપોર્ટની પહેલોનો અનુભવ કરી શકશે. ઈ-કેવાયસી સુવિધા અને યુઝર-ફ્રેન્ડલી મોબાઈલ એપ્લિકેશન એબીએસએલએમએફફિનગો જેવી સર્વિસીસ સૌપ્રથમ વખતના રોકાણકારો એકદમ સરળતા અને સાનુકૂળતા સાથે મ્યુચ્યુઅલ ફંડ્સનો અનુભવ માણી શકશે. ડિસ્ટ્રીબ્યુટર્સ તેમના કારોબારની વૃદ્ધિ અને ઉદ્યોગના ગ્રાહકોનો બેઝ વધારવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રસ ધરાવતા નવા રોકાણકારોને સાંકળવા એબીએસએલએમએફના આ ટૂલ્સનો ઉપયોગ કરી શકશે.