નવીદિલ્હી : આધાર સાથે વોટર આઈડી કાર્ડને લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આધાર સાથે વોટર આઈડીને જાડવાની પ્રક્રિયાને ટૂંક સમયમાં જ ફરજિયાત કરી દેવામાં આવશે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ચૂંટણી પંચે નવું વલણ અપનાવાની શરૂઆત કરી દીધી છે. ફરજિયાતપણે વોટરઆઇડીને આધાર સાથે જાડવાની પ્રક્રિયા ચાલી રહી છે. આધાર નંબર સાથે વોટર આઈડીને જાડવાને લઇને માંગ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. કમિશન દ્વારા લોકપ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧માં સુધારા કરવાની તૈયારી કરી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે,૧૨ ડિજિટના આધાર નંબર સાથે નાગરિકોના ચૂંટણી આઈડીને લિંક કરવામાં આવનાર છે.
ઓક્ટોબર મહિનામાં ચૂંટણી પંચે મદ્રાસ હાઈકોર્ટમાં માહિતી આપી હતી કે, વોટર આઈડી કાર્ડ અને ચૂંટણી મતદાર યાદી સાથે આધારને જાડવાને લઇને કોઇ વાંધો નથી. જાહેર હિતમાં આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ગેરલાયક એન્ટ્રી અને બોગસ કાર્ડને રોકવાના હેતુસર આ હિલચાલ કરવામાં આવી છે. ઓક્ટોબર મહિના ચૂંટણી પંચે એમ પણ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના હાલના ચુકાદાના અનુસંધાનમાં નિર્ણય લેવામાં આવનાર છે. કેન્દ્ર સરકારની ફ્લેગશીપ આધાર સ્કીમ ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ વલણ અપનાવવામાં આવનાર છે. કમિશને કહ્યું છે કે, તેઓ ખર્ચને લઇને પણ વિચારી રહ્યા છે. આધાર સાથે ચૂંટણી કાર્ડને જાડવામાટે જે ખર્ચ આવશે તેને લઇને પણ ચર્ચા ચાલી રહી છે.
વર્ષ ૨૦૧૫માં કમિશને સ્વૈચ્છિક રીતે આધાર લિંકિંગને મંજુરી આપ્યા બાદ આની શરૂઆત કરી હતી. જા કે,સુપ્રીમ કોર્ટે પ્રાઇવેસીના મુદ્દાને લઇને પ્રક્રિયાને અટકાવી હતી. તે વખત સુધીમાં આશરે ૩૮૦ મિલિયન વોટરોને આવરી લેવામાં આવ્યા હતા. ભારત હાલમાં ૭૫૦ મિલિયન નોંધાયેલા મતદારો ધરાવે છે. આધાર સાથે વોટરઆઈડીને લિંક કરવાને લિને સમગ્ર પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચુકી છે. અરજીદાર એમએલરવિએ ચૂંટણી મતદાર યાદી સાથે આધારને જાડવાની માંગ કરી હતી. રિપીટ, મલ્ટીપલ, ગેરકાયદે, બોગસ મતદારોના પ્રવેશને રોકવા માટે આ નિર્ણય કરવામાં આવે તે જરૂરીછે. તેઓએ મદ્રાસ હાઈકોર્ટમાં એમ પણ કહ્યું હતું કે, ડોર ટુ ડોર વેરિફિકેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી ચુકી છે. ચૂંટણી પંચે આધાર નંબર સાથે વોટર કાર્ડને મોકલવાની પ્રક્રિયા હાલ પુરતી રોકી દીધી છે.