ખંભાળિયા નજીક દાતા ગામના પાટિયા પાસેથી MD ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દેવભૂમિદ્વારકાના ખંભાળિયા નજીક દાતા ગામના પાટિયા પાસેથી MD ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો છે. SOG ટીમે જામનગરના યુવક મોહસીન સાટીને ૧૭.૬૫૦ ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. જેની પૂછપરછના આધારે મુંબઈથી ડ્રગ્સ લઈને વેચવા આવેલો ડીલર પણ ઝડપાયો છે. SOG ટીમે મુંબઈના માહિમમાં રહેતા જુબેર મોહમ્મદ મેમણની અટકાયત કરી છે. પોલીસે ડ્રગ્સના સાથે ઝડપાયેલા બંનેની આકરી પૂછપરછ હાથ ધરી છે. જેમાં અગાઉ કોઈ વખત ડ્રગ્સ વેચવા આવ્યો છે કે અન્ય કેટલા સાગરિતો છે. તે સહિતના મુદ્દે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.

Share This Article