Ahmedabad : રખિયાલમાં હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમ અને પૈસાએ લીધો યુવકનો જીવ

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદ: પોલીસ દ્વારા અમદાવાદ પૂર્વ વિસ્તાર રખિયાલમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા હત્યામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ હત્યાની ઘટના પાછળ પ્રેમ અને પૈસા કારણભૂત હોવાનું સામે આવ્યું છે.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી મોહમદ રાકીબ શેખ અને મોહમદ આમિર પઠાણ છે. જેમને 22 વર્ષના યુવકની હત્યા કરી હોવાને કારણે ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની વાત કરીએ તો રખિયાલ વિસ્તારમાં આવેલા અજિતમિલ ચાર માળિયામાં જાવેદ અલી ઉર્ફે જગગા અન્સારીની છરીના ઘા ઝીકીને હત્યા કરીને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક જાવેદઅલી અન્સારી અને આરોપી મોહમદ રાકીબ શેખ વચ્ચે છેલ્લા એક મહિનાથી ઝઘડો ચાલતો હતો. જેમાં મૃતક અને આરોપી એક જ યુવતીને પ્રેમ કરતા હતા. આ ઉપરાંત મૃતક જાવેદ અલીના એક મિત્રનાં રૂપિયા એક લાખની ઉઘરાણી રાકીબ પાસેથી લેવાના હતા.

Share This Article