રાજકોટ ગાંધીગ્રામના જીવંતીકાનગર મેઈન રોડ પર રહેતા ર્નિમળસિંહ રઘુવીરસિંહ રાણા (ઉ.૪૦) નામનો યુવાન શ્રોફ રોડ પર આવેલા પ્રભાત એપાર્ટમેન્ટમાં છઠા માળે ૬૦૪ નંબરના ફલેટમાં એસી રીપેરીંગ કામ કરતા હતા ત્યારે બાલ્કનીમાં આવેલા એસીના મશીનનું સ્ટેન્ડ અચાનક તૂટી જતા અકસ્માતે નીચે પટકાતા યુવાનને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેવામાં આવ્યો હતો ત્યારે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક ર્નિમળસિંહ એક ભાઈ અને એક બહેન સંતાનમાં એક પુત્રી છે જેમણે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોક છવાયો. વીંછિયા તાલુકાના ગુંદાળા ગામે રહેતા વનરાજભાઈ કવાભાઈ ભુસડિયા (ઉ.વ.૪૦) નામનો યુવાન ગત તા.૨૫/૫ના રોજ પોતાનું બાઈક લઈ લીલાપુર ગામે બેંકના કામે ગયો હતો જ્યાંથી પરત ગુંદાળા આવતો હતો ત્યારે રસ્તામાં બિલેશ્વર નજીક સામેથી પૂરપાટ ઝડપે આવતા ડમ્પરના ચાલકે બાઈકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં વનરાજભાઈનું માથાના ભાગે ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું.
અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન લઈ ભાગી એકાદ કિલોમીટર આગળ ડમ્પર મૂકી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં વીંછિયા પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતકના ભાઈ વીરજીભાઈ કવાભાઈ ભુસડીયાની ફરિયાદ પથરી ડમ્પર ચાલક સુરેશ ભવાનભા પરમાર વિરુધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતકને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે પત્નીનું પાંચેક વર્ષ અગાઉ અવસાન થયું છે ત્યારે વનરાજભાઈના મોતથી ત્રણ સંતાનોએ માતા બાદ પિતાની છત્રછાયા પણ ગુમાવી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા જીવંતીકાનગર મેઈન રોડ પર રહેતો યુવાન શ્રોફ રોડ પર આવેલા પ્રભાત એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે ૬૦૪ નંબરના ફલેટમાં એસી રિપેરીંગ કામ કરતી વેળાએ એસીનું સ્ટેન્ડ તૂટતા અકસ્માતે નીચે પટકાયો હતો. જેથી યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.