યુવકે ચાલતી મેટ્રોમાંથી છલાંગ લગાવી, સોશિયલ મીડિયાના વાઈરલ વિડીયો જોઈ લોકો ડરી ગયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હાલમાં સોશિયલ મીડિયામાં મેટ્રો ટ્રેન સાથે જોડાયેલા ઘણા વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એક તરફ લોકો શહેરના રસ્તા પર થતાં ટ્રાફિક જામથી બચવા મેટ્રો ટ્રેનનો સહારો લે છે, તો બીજી તરફ એવા પણ લોકો છે જે મેટ્રો ટ્રેનમાં અવનવા સ્ટંટ કરતા હોય છે. મેટ્રો ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે ઝડપથી એક સ્ટેશનથી બીજા સ્ટેશને પહોંચે છે. આ દરમિયાન મુસાફરોની સુરક્ષા માટે અન્ય ટ્રેનોની જેમ મેટ્રો ટ્રેનના દરવાજા રસ્તામાં ખુલ્લા રહેતા નથી. જેથી વધુ મુસાફરો હોય તો મેટ્રોમાંથી પડી જવાથી કોઈને ઈજા ન થાય. આ સાથે પ્લેટફોર્મ પર મેટ્રો ટ્રેન રોકાયા પછી જ તેના દરવાજા ખુલે છે. હાલમાં જ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ પોતાના હાથથી ચાલતી મેટ્રો ટ્રેનનો દરવાજો ખોલી નાખે. એટલું જ નહીં તે દરવાજો ખોલીને ચાલતી મેટ્રો ટ્રેનમાં કુદી જાય છે. અને જેઓ તે પ્લેટ ફોર્મ પર પગ મુકવા જાય છે કે સીધો જ ઉંધા માથે પટકાય છે. આ દરમિયાન મેટ્રોમાં સવાર એક મહિલા પણ જોરથી બૂમો પાડતી સંભળાય છે.

હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અહીં સમાચાર લખાય છે ત્યાં સુધી તો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર તેને પોસ્ટ કરવામાં આવી ચુક્યા છે. આ વીડિયો હાઉ થિંગ્સ વર્ક નામના ટિ્‌વટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને ૨૭ મિલિયનથી વધુ વ્યૂઝ અને ૨ લાખ ૪૦ હજારથી વધુ લાઈક્સ મળી ચુક્યા છે. તો વીડિયો જોઈને યુઝર્સ ફની કમેન્ટ પણ કરી રહ્યા છે.

Share This Article