વડોદરા : એક ખુબજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં, વડોદરાના એક યુવકે મેટ્રીમોનિયલ સાઇટ પરથી મધ્ય પ્રદેશની એક યુવતી સાથે વાત કરી સંપર્ક વધારી મળવા બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી.
ઇન્દોરના લસુન્દ્રા વિસ્તારની યુવતી અને વડોદરાના યુવક વચ્ચે શાદી ડોટ કોમ પર પરિચય થયો હતો. બંનેની પ્રોફાઈલ મેચ થતાં બે મહિના સુધી મોબાઇલ પર સંપર્કમાં રહ્યા હતા અને ત્યારબાદ ઈન્દોરમાં મુલાકાત ગોઠવી હતી.
વડોદરાનો યુવક બે દિવસ ઈન્દોરની હોટલમાં રોકાયો હતો. જે દરમિયાન બંને વચ્ચે ઝઘડો થતાં યુવકે યુવતીના મોબાઈલ નંબર ને બ્લોક કરી દીધો હતો. જેથી તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ઇન્દોર પોલીસે વડોદરા પોલીસને જાણ કરતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભરત પ્રકાશ ચંદ્ર જેનાની સમૃદ્ધિ સાફલ્ય ફ્લેટ યમુના મીલ સોમા તળાવ પાસે ડભોઇ રોડને ઝડપી પાડી ઈન્દોર પોલીસને તજવીજ કરી હતી.