વંદે ભારત ટ્રેનમાં સેલ્ફી લેવા ચડ્યો યુવક, પણ પછી જે થયું…સપનામાં પણ નહીં વિચાર્યું હોય

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દેશના ઘણા રાજ્યોમાં વંદે ભારત ટ્રેન શરૂ થઈ ગઈ છે. આ ટ્રેનની મુસાફરીમાં મુસાફરોને લક્ઝરી ફીલ મળે છે. આ ટ્રેનમાં પ્રવાસ દરમિયાન ઘણા લોકો ફોટોગ્રાફ્સ લેતા પણ જોવા મળે છે. પરંતુ આંધ્રપ્રદેશના એક વ્યક્તિને તેનો સેલ્ફીનો ક્રેઝ ભારે પડી ગયો. આ વ્યક્તિ સેલ્ફી લેવા માટે વંદે ભારત એક્સપ્રેસમાં ચડ્યો હતો. અને સેલ્ફી લીધા બાદ ઉતારવા જઈ રહ્યો હતો ત્યારે જ ટ્રેનના ઓટોમેટિક લોક બંધ થઈ ગયા અને તે વ્યક્તિ ટ્રેનમાં જ લોક થઈ ગયો. એટલું જ નહીં આ વ્યક્તિને કારણ વગર જ ૨૦૦ કિલોમીટરની યાત્રા કરવી પડી હતી. આ ટ્રેન રાજમુન્દ્રી સ્ટેશન પર ઉભી હતી ત્યારે તે સેલ્ફી લેવા માટે વંદે ભારત ટ્રેનના કોચમાં પ્રવેશ્યો અને પછી તે બહાર આવી જ ન શક્યો. જેથી કંટાળીને તે વ્યક્તિએ ટિકિટ ચેકરને દરવાજો ખોલવા કહ્યું, પરંતુ ટીસીએ દરવાજો ખોલવાની ચોખ્ખી ના પાડી દીધી. જે બાદ ટ્રેન ત્યાંથી ૨૦૦ કિલોમીટર દૂર વિશાખાપટ્ટનમ પહોંચી પછી તે વ્યક્તિ ટ્રેનમાંથી ઉતરી શક્યો. એટલું જ નહીં ટીસીએ તેની પાસેથી વિખાશાપટ્ટનમ સુધીનું ભાડું પણ લીધું. ત્યારબાદ તેને ટ્રેનમાંથી ત્યાં ઉતારી દેવાયો. 

હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં આ વ્યક્તિ પોતાના હાથ વડે ટ્રેનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. પછી ટીસીના આગમન પહેલા ટ્રેન છોડવાનો પ્રયાસ કરે છે, પરંતુ દરવાજો ખુલતો નથી. વાયરલ વીડિયોમાં, જે વ્યક્તિ રાજમુન્દ્રી ખાતે ટ્રેનમાં ચડ્યો હતો તે ટીસીને કહે છે કે તે માત્ર વંદે ભારત ટ્રેનમાં ફોટો લેવા આવ્યો હતો. પછી તે ટીસીને દરવાજો ખોલવા કહે છે. વાયરલ વીડિયોમાં ટીસી કે વ્યક્તિ પર ગુસ્સે ભરાઈ છે. પછી ટીસીએ આ વ્યક્તિને કહે છે કે  ‘એકવાર દરવાજો બંધ થઈ જાય પછી તે ખોલી શકાતો નથી. તે ઓટોમેટિક છે. ટ્રેનની અંદર ફોટા પાડવા કોણ આવે છે? શું તમે ગાંડા છો?’ આંધ્રપ્રદેશના એક વ્યક્તિને વંદે ભારત એક્સપ્રેસમાં સેલ્ફી લેવી મોંઘી પડી. ટ્રેનના દરવાજા આપોઆપ લોક થઈ ગયા. સેલ્ફીના ચક્કરમાં વ્યક્તિએ ૨૦૦ કિલોમીટરની મુસાફરી કરવી પડી હતી. રસપ્રદ વાત એ છે કે ટીસીએ આ વ્યક્તિ પાસેથી ૨૦૦ કિમીનું ભાડું પણ લીધું હતું.

Share This Article