નારણપુરા કાર-બસ વચ્ચે ફસાતાં મહિલાનું મોત થયું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શહેરના નારણપુરા વિસ્તારમાં શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે જય મંગલ બસ સ્ટેશન સામે વેગનઆર કાર અને ગણપત યુનિવર્સિટીની બસ વચ્ચે ગંભીર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું કાર અને બસની વચ્ચે ફસાઇ જવાથી ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા બી-ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતને લઇ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નારણપુરાના રહેવાસી હર્ષાબેન સંઘવી શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. તેઓ ગણપત યુનિવર્સિટીની બસની પાછળથી ફૂટપાટ તરફ જઇ રહ્યા હતા. તે સમયે પૂરપાટ ઝડપે આવેલી ઓલાની વેગન આર કારે મહિલાને અટફેટે લીઘી અને બસની પાછળ ઘુસી ગઇ હતી. હર્ષાબેન કાર અને બસની વચ્ચે આવી જતા તેમનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. ચોંકાવનારી વાત તો એ છે કે, અકસ્માત બાદ ઓલાનો કાર ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. મહિલાના મોતને લઇ સ્થાનિકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી

Share This Article