પતિ, સાસુ અને નણંદે પરિણિતાને મરવા મજબૂર કરી, 7માં માળેથી કૂદીને આત્મહત્યા કરી

Rudra
By Rudra 1 Min Read

વડોદરા : માંજલપુરમાં સાતમા માળેથી પરિણીતાએ પતિ, સાસુ અને નણંદના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

સુરતના મગદલ્લા વિસ્તારમાં સુમન શ્વેત સોસાયટીમાં રહેતા ધર્મેશ સુરેશભાઇ કનોજેએ વડોદરાના માંજલપુર વિસ્તારમાં એસ એસ નગર ખાતે સ્વામી સહજાનંદનગરમાં રહેતા તેની મોટી બહેન મનિષાના પતિ પ્રવિણ મધુકર કદમ, સાસુ શકુંતલા અને નણંદ નીલાબેન સંજયભાઇ ભોસલે સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. આ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી બહેન મનિષાના લગ્ન 18 વર્ષ પહેલા પ્રવિણ સાથે સુરત ખાતે થયા હતાં. લગ્ન બાદ તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. લગ્નના ચાર વર્ષ બાદ મારી બહેન પર ત્રણેએ ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. પિયર મોકલી દેવા દબાણ કરી મારઝૂડ કરતા હતાં. તેની નણંદ સાસરીમાં જતી ન હતી અને પતિની કાન ભંભેરણી કરતી હતી. આમ ત્રણેના ત્રાસથી કંટાળી મારી બહેન ઘેરથી નીકળીને જ્યુપીટર ચાર રસ્તા પાસે શ્રીકુંજ હાઇટ્‌સના સાતમા માળે જઇને ઉપરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું.

Share This Article