ચેન્નાઈના શ્રેષ્ઠ પિડિયાટ્રિક લિવર નિષ્ણાતોમાં ઍક ઍવા ડો. નરેશ શનમુગમ લિવરની વિવિધ બિમારીથી પીડિત બાળકો સાથે વન ટુ વન પરામર્શ માટે 27મી જુલાઈઍ અમદાવાદની કિમાયા કિડ્ઝ લિવર ઍન્ડ ગેસ્ટ્રો કેર હૉસ્પિટલની મુલાકાત લેશે.
15 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ડૉ. નરેશ શનમુગમે ચેન્નાઈમાં અનેક રોગો અને લિવરના વિકારો જેમ કે, બિલીયરી ઍટ્રેસિયા, ક્રોનિક લિવર ડિસીઝ, હેપેટાઇટિસ, મેટાબોલિક લિવર રોગ વગેરેથી પીડિત 500થી વધુ બાળરોગના દર્દીઓની સારવાર કરી છે.
કિમાયા કિડ્ઝ લિવર ઍન્ડ ગેસ્ટ્રો કેરના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક ગેસ્ટ્રોઍન્ટેરોલોજિસ્ટ, હેપેટોલોજિસ્ટ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડૉ. કિનિષા પટેલે જણાવ્યું હતું કે, ‘‘વર્ષ 2021માં રેલા હોસ્પિટલ સાથે જોડાયા બાદ લીવર ટ્રાન્સપ્લાન્ટેશન કરીને અમે 7 બાળકો અને તેમના પરિવારોના જીવનમાં પરિવર્તન લાવવામાં સફળ રહ્યા છીઍ. તેમનું સ્વાસ્થ્ય સારું છે, તેઓ સામાન્ય જીવનનો આનંદ માણી રહ્ના છે અને તેમાંથી કેટલાક તો કિશોરાવસ્થામાં પણ પ્રવેશી ચૂક્યા છે. આ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય જોઈને હું ખુબ જ ખુશ છું.’’
રેલા હોસ્પિટલ્સમાં મહિલા અને બાળ આરોગ્ય વિભાગના ડાયરેક્ટર તથા પીડિયાટ્રિક ગેસ્ટ્રોઍન્ટેરોલોજી અને હેપેટોલોજી વિભાગના સિનિયર કન્સ્લટન્ટ ડૉ. નરેશ શનમુગમે જણાવ્યું હતું કે, ‘‘અમને આનંદ છે કે, આઉટરીચ ક્લિનિક પ્રોગ્રામને કારણે લીવરની સમસ્યાથી પ્રભાવિત અનેક બાળકોના જીવન બચાવવામાં અમે સફળ બન્યાં છીઍ. આ આઉટરીચ ક્લિનિક્સની મારી મુલાકાત ઉદ્દેશ્ય આ બાળકોને વધુ સારા ભવિષ્ય માટે યોગ્ય નિદાન અને સારવાર મળે શકે તે સુનિશ્ચિત કરવાનો છે. આઉટરીચ ક્લિનિક્સ અમને ભારતભરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા બાળકોને સતત સંભાળ પૂરી પાડવામાં મદદ કરે છે.’’