અડાલજની વાવ ખાતે વોટર ફેસ્ટિવલ આયોજન, મ્યુઝિક ફેસ્ટિવલ દ્વારા ઐતિહાસિક સ્મારકને કરાશે જીવંત

Rudra
By Rudra 4 Min Read

અમદાવાદઃ આ વર્ષે ક્રાફ્ટ ઓફ આર્ટ તેમની અનન્ય પહેલ દ્વારા ભારતના વારસાને પુનર્જીવિત કરવાના 15 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ઐતિહાસિક અડાલજની વાવ ખાતે વોટર ફેસ્ટિવલ આ વારસાનો પુરાવો છે.

આ ફેસ્ટિવલની થીમ “ડ્રમ્સ ઓફ ઈન્ડિયા” છે, “સેલિબ્રેટિંગ મુવમેન્ટ વિથ મ્યુઝિક” સંગીતમય વાતાવરણ સાથે આર્કિટેક્ચરલ અજાયબીના અનોખા વાતાવરણનો સુમેળ ક્રાફ્ટ ઓફ આર્ટની પ્રતિબદ્ધતાને ફરી દર્શાવે છે.

ભરતનાટ્યમ અને લોક નૃત્યાંગના બિરવા કુરેશી દ્વારા સ્થપાયેલ ક્રાફ્ટ ઓફ આર્ટ છેલ્લાં 15 વર્ષથી ભારતના ઐતિહાસિક સ્મારકોને મોર્ડન ઓડિયન્સ ખાસ કરીને યુવા પેઢીને જોડવાનું કામ કરે છે. મ્યુઝિક, લાઇટિંગ અને એમ્બિયન્સના અનોખા સમનવય દ્વારા ક્રાફ્ટ ઓફ આર્ટ ઐતિહાસિક સ્મારકોમાં નવો શ્વાસ પૂરે છે, જે મુલાકાતીઓને તેના ભવ્ય ભૂતકાળની યાદ અપાવે છે, જે સ્મારકોની પ્રાચીન ભવ્યતામાં અનુભવી શકાય છે. આ ઉત્સવ ભારતની કલા, સ્થાપત્ય અને લોકકથાના સમૃદ્ધ વારસાના સારને ઉજાગર કરવા માટે કરવામાં આવે છે.

ક્રાફ્ટ ઓફ આર્ટના સ્થાપક અને આર્ટિસ્ટિક ડાયરેક્ટર બિરવા કુરેશીએ જણાવ્યું હતું કે, “મ્યુઝિક, હેરિટેજ અને હિસ્ટ્રીની ઉજવણી માટે અડાલજની વાવ ખાતે અમે ફરી વોટર ફેસ્ટિવલ લઇને આવ્યા છીએ. ‘

ક્રાફ્ટ ઓફ આર્ટ છેલ્લાં 15 વર્ષથી મ્યુઝિક ફેસ્ટિવલ દ્વારા ઐતિહાસિક સ્મારકોને જીવંત કરવા સમર્પિત છે, પ્રેક્ષકોને જાણીતા કલાકારોના પરફોર્મન્સ વચ્ચે સ્મારકની સુંદરતા અને સંસ્કૃતિનો અનુભવ કરવા મળશે. હંમેશાની જેમ, આ સાંજમાં પણ પર્ફોમિંગ કલાકારો અને સ્મારકોની ભવ્યતા સાથે પ્રક્ષકોનો લયબદ્ધ સુમેળ જોવા મળશે.”

અડાલજની વાવ ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોના સ્ટાર-સ્ટડેડ લાઇનઅપ અને મનમોહક પ્રદર્શન સાથે વોટર ફેસ્ટિવલ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. તબલા ઉત્સાદ ફઝલ કુરેશી ભારતીય શાસ્ત્રીય સંગતીની દુનિયામાં તેમના પરિવારના વારસાને આગળ વધારતા તેમની ટેબલ નિપુણતા સાથે સંગીત સમૂહનું નેતૃત્વ કરશે.

સંગીતમય સમારોહમાં વિજય પ્રકાશ ગાયક પણ રહેશે, જેઓ તેમની ભાવપૂર્ણ પ્રસ્તૃતિઓ માટે જાણીતા છે, જેમને સારંગી પર દિલશાદ ખાન, મૃદંગમ પર શ્રીદર પાર્થસારથી અને ઘાટમ પર ઉમા શંકર સાથ આપશે.

અન્ય ફીચર્ડ કલાકારોમાં નવીન શર્મા ઢોલક પર, વિજય ચવ્હાણ ઢોલકી પર, ખેત ખાન કરતાલ પર, સંગીત હલ્દીપુર કીબોર્ડ પર, જીનો બેંક ડ્રમ પર, શેલ્ડન ડી’સિલ્વા બેસ પર અને રિધમ શૉન ગિટાર પર સંગત આપશે.

સાંજે “વીરગર્જના ઢોલ તાશે પાઠક” અને “પુરુલિયા છાઉ” ડાન્સ એકેડેમી દ્વારા પરફોર્મન્સ આપવામાં આવશે. ટેલિવિઝન, ફિલ્મ અને થિયેટરમાં આગવી ઓળખ ધરાવતા સંધ્યા મૃદલ ઇવેન્ટને હોસ્ટ કરશે, અને ફેસ્ટિવલમાં તેમના અનોખા આકર્ષણને ઉમેરશે.

વોટર ફેસ્ટિવલની સાંજમાં માત્ર આકર્ષક પરફોર્મન્સ જ જોવા નહીં મળે, પરંતુ અડાલજની વાવને એક નવી જ રોશની સાથે રજૂ કરવામાં આવશે. આકર્ષક લાઇટિંગ દ્વારા ક્રાફ્ટ ઓફ આર્ટ વાવના સુંદર સ્થાપત્યને પ્રકાશિત કરશે અને તેની ભવ્યતામાં વધારો કરશે.

વોટર ફેસ્ટિવલમાં પ્રવેશ માટે “ફસ્ટ-કમ, ફસ્ટ સર્વડ બેઇઝ” છે. સંગીત પ્રેમીઓ bookmyshow.com પર વોટર ફેસ્ટિવલનું ફ્રિ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

ક્રાફ્ટ ઓફ આર્ટના સ્થાપક અને આર્ટિસ્ટિક ડિરેક્ટર બિરવા કુરેશી ઇન્ટિરિયર ડિઝાઇનર અને ડાન્સર છે, જેમણે તબલા ઉત્સાદ ફઝલ કુરેશી સાથે લગ્ન કર્યા છે. કલા અને સંગીતમય માહોલ વચ્ચે મોટા થયેલ બિરવા કુરેશીએ ક્રાફ્ટ ઓફ આર્ટની સ્થાપના કરી, તેઓએ છેલ્લાં 15 વર્ષથી ઐતિહાસિક સ્મારકોને લોકો સમક્ષ નવા સ્વરૂપમાં રજૂ કરવા માટે નવો માર્ગ પસંદ કર્યો છે.

ક્રાફ્ટ ઓફ આર્ટનું મિશન લોકોને ખાસ યુવા પેઢીને આર્ટ, આર્કિટેક્ચર, ક્રાફ્ટ, હિસ્ટ્રી અને કલ્ચર દ્વારા દેશના સમૃદ્ધ વારસા સાથે જોડવાનું છે. આ પ્રયાસને ભારતીય પુરાત્વ સર્વેક્ષણ, ASI, દેશના સ્મારક વારસાનું જતન, સંરક્ષણ અને સંભાળ કરતી પ્રતિષ્ઠિત સંસ્થાઓનું સમર્થન છે. છેલ્લાં 15 વર્ષમાં ક્રાફ્ટ ઓફ આર્ટે ગુજરાત અને મહારાષ્ટ્રના હેરિટેજ સ્થળો પર 35 હેરિટેજ ફેસ્ટિવલ કર્યા છે. ફેસ્ટિવલમાં કલાકારોના ઉમદા પરફોર્મન્સ, લાઇટિંગ સાથે સ્મારોકોની રજૂઆત, હેરિટેજના શિક્ષણ અને સંરક્ષણમાં સમાજિક ભાગીદારીને ઉજાગર કરી પ્રશંસા પ્રાપ્ત થઇ છે. ભારતના ગૌરવની આ ઉજવણીમાં હજારો લોકો સામેલ થયા છે.

Share This Article