“હવે તો આપણી સગાઈ થઈ ગઈ” કહી નરાધમે ન્યૂડ ફોટા મંગાવ્યા, પછી બ્લેકમેલ કરી વારંવાર આચર્યું દુષ્કર્મ

Rudra
By Rudra 1 Min Read

સુરત : ગુજરાતમાં બહેન દીકરીઓ સૌથી વધુ સલામત હોવાના બણગા ફુંકવામાં આવે છે પરંતુ દિવસે દિવસે કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા દ્રષ્યો સામે આવી રહ્યા છે. સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે દુષ્કર્મ થયુ હોવાની ઘટના સામે આવી છે. બળજબરીથી દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કિશોરી અને આરોપીની સગાઈ થઈ ગઈ હતી. સગાઈ બાદ આરોપીએ હવે તો સગાઈ થઈ ગઈ છે તેમ કહી કિશોરીના ન્યૂડ ફોટા મગાવ્યા હોવાનું સામે આવ્યુ છે. ફોટા વાયરલ કરવાની ધમકી આપી કિશોરીને વારંવાર બ્લેકમેલ કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કિશોરીને બ્લેકમેલ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતુ. કિશોરીએ સમગ્ર ઘટના પરિવારમાં જણાવતા તેના માતા-પિતાએ ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોહમ્મદ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે.

Share This Article