દેશ આજે પોતાનો ૭૬મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. સરકારના હર ઘર તિરંગા અભિયાન હેઠળ આજે ઘરે ઘરે ત તિરંગો લહેરાઈ રહ્યો છે. લોકોમાં અપાર જુસ્સો જોવા મળી રહ્યો છે. આખો દેશ રાષ્ટ્રભક્તિમાં તરબતોળ છે. અનેક એવા વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેને જોઈને તમે ગર્વથી ફુલાઈ જશો. આ બધા વચ્ચે એક એવો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમારી આંખો ભીની થઈ જશે. એક દેશવાસીના મનમાં તિરંગા પ્રત્યે જે માન અને આદરનો ભાવ હોય છે તે શબ્દોમાં વર્ણન કરવો કદાચ અશક્ય છે પરંતુ આ વીડિયો જોઈને તે તમે ચોક્કસપણે સમજી જશો. આ વીડિયો હાલ તો IAS અવનીશ શરણે ટિ્વટર પર શેર કર્યો છે.
અવનીશ અવારનવાર આવા રોચક અને પ્રેરણાદાયી વીડિયો શેર કરતા રહે છે. શું ક્યારેય તમે કોઈને તિરંગાની પૂજા કરતા જોયા છે? તિરંગાની આરતી ઉતારતા જોયા છે? આ વીડિયોમાં એક મહિલા આમ કરતી જોવા મળી રહી છે. અવનીશ શરણે આ વીડિયોને પોસ્ટ કરતા ફક્ત એક જ શબ્દનું કેપ્શન આપ્યું છે પણ આ એક શબ્દમાં ઘણું બધું છૂપાયેલું છે. તેમણે વીડિયોને કેપ્શન આપ્યું છે…ઇ આ અગાઉ અવનીશ શરણે પોતાના ટિ્વટર હેન્ડલથી તિરંગાવાળા માસ્ક વેચનારાને ફટકાર લગાવી હતી. તેમણે તિરંગાવાળા માસ્કનો એક ફોટો શેર કરતા લખ્યું હતું કે આવા માસ્ક વેચવા જોઈએ નહીં કે ખરીદવા જોઈએ નહીં. આવા માસ્કનો ઉપયોગ પણ ન કરવો જોઈએ.