‘પુષ્પાઃ ધ રુલ’ નામની સિક્વલ ફિલ્મની ટીમ દ્વારા એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં પુષ્પા જેલમાંથી ક્યાંય ભાગી ગયાનો છે ઉલ્લેખ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના અભિનિત ફિલ્મ ‘પુષ્પા : ધ રાઈઝ’એ પાન ઈન્ડિયા બોક્સ ઓફિસ પર તરખાટ મચાવ્યો હતો. ફિલ્મના ગીતોની સાથે અલ્લુની ખાસ ડેવલોપ કરવામાં આવેલી સ્ટાઈલ પર ઘર-ઘરમાં ચર્ચાઈ હતી અને તેની કોપી કરવામાં બોલિવૂડ સહિત ક્રિકેટર્સ પણ પાછળ રહ્યા ન હતા. ૩૦૦ કરોડથી વધુની કલેક્શન મેળવનારી ફિલ્મની સિક્વલ ફિલ્મ ક્યારે આવશે તે અંગે ફિલ્મના ફેન્સ સવાલ કરી રહ્યા છે. ફિલ્મના સિક્વલ ભાગનું શૂટિંગ છેલ્લા ૨ મહિનાથી શરુ થઈ ગયું છે અને ફિલ્મ મેકર્સે ફિલ્મ વિષે દર્શકોમાં હાઈપ ઊભી કરવાનો અનોખો કીમિયો શોધી કાઢ્યો છે. 

‘પુષ્પાઃ ધ રુલ’ નામની સિક્વલ ફિલ્મની ટીમ દ્વારા એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં ૨૦૦૪ના ઉલ્લેખ સાથે પુષ્પા જેલમાંથી ક્યાંય ભાગી ગયો છે અને તેની શોધખોળ ચાલી રહી હોય તેવા સીન્સ દર્શાવવામાં આવ્યા છે. પુષ્પા ક્યાં છે ? તેની જાણ કોઈને નથી અને તેના અંગેનો ખુલાસો આગામી ૭ એપ્રિલે સાંજે ૪ વાગ્યેને ૫ મિનિટે કરવામાં આવશે તેમ દર્શાવવામાં આવ્યું છે.  સોશિયલ મીડિયા પર સમગ્ર દિવસ દરમિયાન ‘પુષ્પાઃ ધ રુલ’ ફિલ્મની ચર્ચા ચાલી હતી અને સાથે અલ્લુ અર્જુનને પણ ટેગ કરવામાં આવ્યો હતો. ફેન્સ વચ્ચે ઉત્સાહ જગાવવામાં અને ફિલ્મ વિષે હાઈપ મેળવવામાં ફિલ્મ ટીમ સફળ રહી છે. અનેક ચાહકોએ તો પુષ્પા ફરી એકવાર જોરદાર એક્શન સાથે પોલીસને જવાબ આપશે અને ચંદન ચોરીના માફિયા તરીકે દુનિયાભરમાં રાજ કરશે તેવી ભવિષ્યવાણી પણ કરવાનું શરુ કરી દીધું છે.

Share This Article