સુરત: બાળ દિવસની ઉજવણીમાં નૃત્ય અને સંગીત અભિન્ન હિસ્સો છે, પરંતુ આ વર્ષે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા અગ્રેસર દાંડી રોડ સ્થિત મિલેનિયમ સ્કૂલ-સુરતે ધ લેંગ્વેજ ફિએસ્ટાના ખ્યાલ સાથે વિદ્યાર્થીઓને કંઇક વિશેષ અને યાદગાર ભેટ આપવાનું નક્કી કર્યું. શાળાના વિદ્યાર્થીઓના ઉત્સુક મનને પ્રોત્સાહિત કરવા માટે આ ઉદાહરણરૂપ ખ્યાલને અમલમાં મૂકવામાં આવ્યો હતો, જે ભાષાની શ્રેષ્ઠતા માટે આવશ્યક છે. અંગ્રેજી ભાષાની સ્વિકાર્યતામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે પ્રત્યેક વિદ્યાર્થી પોતાની રચનાત્મક વિચારોને બળ આપી શકે તે માટે અંગ્રેજી ભાષાના ચાર કૌશલ્ય-લિસનિંગ, સ્પીકીંગ, રીડીંગ અને રાઇટીંગમાં નિપૂંણતા હાંસલ કરે તે અત્યંત આવશ્યક છે.
આ પ્રસંગે શાળાના શિક્ષકોએ ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓની સમજણમાં વધારો કરવા અને દૈનિક જીવનમાં તેને સરળતાથી અપનાવી શકાય તે માટે રસપ્રદ પ્રવૃત્તિઓ યોજી હતી. આ અંતર્ગત ભાષાના વિવિધ પરિબળો ઉપર કેન્દ્રિત વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં આ પ્રયોગાત્મક અભ્યાસનો પ્રયાસ સફળ અને ફળદાયી સાબિત થયો હતો. પ્રી-પ્રાઇમરીથી લઇને ગ્રેડ-8 સુધીના વિદ્યાર્થીઓ નવીન અને વિશેષ પ્રકારની પ્રવૃત્તિઓથી ખુશ હતાં, જેનાથી તેમના શબ્દ ભંડોળ, ક્રિટિકલ એનાલિસિસ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ અને સેન્ટન્સ સ્ટ્રક્ચર પ્રત્યેની સમજણ વધુ વ્યાપક બની હતી.
આ ઉપરાંત તેઓ રચનાત્મક લેખનનું સર્જન કરવા માટે પણ પ્રેરાયા હતાં. સ્ટોરી ટેલિંગ અને રિડિંગ સેશન્સથી તેઓ વિવિધ પુસ્તકોના વાંચનથી રહસ્ય, સાહસ અથવા સમૂજનો પણ અનુભવ કર્યો હતો. આ મોડલથી વિદ્યાર્થીઓને ચોક્કસપણે ગર્વ અને સંતોષની લાગણીની અનુભૂતિ થઇ હતી.
પ્રત્યેક હીતધારક પાસેથી મળેલા પ્રતિસાદને જોતાં આ વિશેષ અભિગમથી અભ્યાસકર્તાઓને ભાષા અસરકારક રીતે શીખવામાં મદદ મળી હોવાનું તારણ મળ્યું છે. ગ્રુપ પ્રમાણે, હાઉસ પ્રમાણે અને વ્યક્તિ આધારિત પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને તેમના કૌશલ્યોમાં વધારો કરવામાં મદદ મળી રહે છે.
વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાના સકારાત્મક પ્રતિસાદથી લીડ, ઇન્સપાયર એન્ડ ઇનોવેટના અમારા જુસ્સાને બળ મળશે.