ભારતદેશના ૭૪મી ગણતંત્ર દિવસના પ્રસંગે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન અમદાવાદમાં પ્રસ્તુત કરે છે ફેશનનો રંગ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવા વર્ષ માટેનું નવીનતમ બ્રાઇડલ વેર કલેકશન્સ અને ફેશન ટ્રેન્ડસ સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન અમદાવાદમાં ફરી એક બાર પાછો આવી ગયા છે. આજે શહેરની કેટલીક જાણીતી મહિલાઓની હાજરીમાં અમદાવાદના દ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનનું પ્રારંભ કરવામાં આવ્યું હતું . ૨૪ અને ૨૫ જાન્યુઆરી, ૨૦૨૩ દરમિયાન કોલકત્તા, દિલ્હી, મુંબઈ, દુબઇ, હૈદરાબાદ, બેંગલોર, સુરત, પુણે, જયપુર અને લખનૌ જેવા ફેશન સભાન શહેરોમાં થી ૧૫૦ જેવા ડિઝાઇનર્સ દ્વારા પોતાના બ્રાઇડલ કલેક્શન્સનું રજુઆત આ એક્ઝિબિશનમાં કરવામાં આવશે.

ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, ‘ આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં અમે નવા વર્ષ ના ફેશન ટ્રેન્ડી બ્રાઇડલ ફેશન અને મોડર્ન તથા પારંપરિક લગ્નના ઉજવણી માટેના કલેકશન્સ રજૂ કરીશું. અમારા આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં પર્સનલ સ્ટાઇલિંગ તથા લાઈફ સ્ટાઈલ ઇન્ડસ્ટ્રીના ચાહકો ઉપસ્થિત રહેશે. આ શો દ્વારા અમે ઈચ્છીએ છે કે અમદાવાદના ફેશન ચાહકો પણ ગ્લોબલ માર્કેટ્સ અને ભારતીય બજારોમાં પ્રચલિત સમકાલીન, રોમાંચક અને આધુનિક બ્રાઇડલ ડિઝાઈન્સ નો અનુભવ લે. આ શોકેસ થી અમે ફરી એથનિક તથા ફેશન પરિધાન, હોમ ડેકોર તથા ગિફ્ટિંગ આઈડિયાસ અમદાવાદીઓના ઘરઆંગણે લઈને આવ્યા છીએ. આથી હું અમદાવાદના ફેશન લવર્સને શુભેચ્છા પાઠવું છે કે તે આગામી લગ્ન પ્રસંગો માટે ક્લાસી અને ટ્રેન્ડી બની રહે. મને ખાતરી છે કે હાઈ લાઈફ એક્ઝિબિશન તેઓને ભારતના અતિ સુંદર ક્રિએશન નો લાભ આપશે તથા અમારા આ એક્ઝિબિશનમાં દેશભરમાંથી 150થી વધુ ડિઝાઈનર્સ તેમના ક્રિએશન પ્રદર્શિત કરશે.’

તો આવો અને બ્રાઇડલ લાઈફ સ્ટાઈલ, ફેશન અને હૌટે કુટેરે શો હાઈ લાઈફ ફેશન એક્ઝિબિશનનું ૨૪ અને ૨૫ જાન્યુઆરી , ૨૦૨૩ દરમિયાન હોટલ દ ગ્રાન્ડ ભગવતી ખાતે મજા માણો

Share This Article