અમદાવાદમાં ફરી નવરાત્રી પ્રેમીઓ માટે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનનું આયોજન કરાયું

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદ : આગામી નવરાત્રી માટે શહેરમાં હાઈ લાઈફ એક્ઝિબિશનનું કેટલાક નવા સ્ટાઈલ સ્ટેટમેન્ટ રજૂ કરવાની હેતુ થી પુનરાગમન થયું છે. તેમાં નવરાત્રી માટે ખાસ પોષાકો, એથનિક ડિઝાઈન્સ અને ટ્રેડિશનલ ફેશન પરિધાનો, એક્સેસરીઝ, જવેલરી અને લાઈફ સ્ટાઈલ ફેશન તથા હોટે કોટેરે અદ્યત્તન પ્રવાહોને રજૂ કરવામાં આવ્યા છે. આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન અને એક્સ્લુઝિવ શોકેસનું આયોજન ધ ગ્રાન્ડ ભગવતી હોટેલ ખાતે 9 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે.

AB Domnic

 

આ ઈવેન્ટના આયોજક એબી ડોમિનિકે કહ્યું હતું, ‘હાઈ લાઈફ એક્ઝિબિશન ટ્રેડિશનલ ડ્રેસીઝ, ઈન્ડો વેસ્ટર્ન કલેક્શન, પર્સનલ સ્ટાઈલીંગ અને લાઈફસ્ટાઈલ અને ફેશન પ્રેમીઓ માટેના ગ્રાન્ડ ફેનફેરનું એક અનોખું પ્રદર્શન છે. અમદાવાદ હવેથી એક ફેશન ડેસ્ટિનેશનમાં તબદીલ થઈ રહ્યું છે અને દર વર્ષે ટ્રુ ફેશન અને હાઈ લાઈફની ફ્લેમબોયન્ટ સ્ટાઈલ તેમાં સામેલ રહે છે.”

 

 

 

 

 

અમદાવાદ શહેરના કેટલાક ફેશનિસ્ટા મહિલાઓ અને ફેશન ઇન્ફ્લ્યુન્સર્સ ને ઉદ્ઘાટન સમારોહ માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ’બ્રાઈડલ વેર, ડિઝાઈન એપેરલથી લઈને ફેશન એક્સેસરીઝ, હોમ એક્સેસરીઝથી લઈને ફર્નિશીંગ કન્સેપ્ટસ, સ્ટેશનરીથી ગિફ્ટીંગ આઈડિયાઝ અને ટેસ્ટફુલ આર્ટ ઈફેક્ટ્સ તમે આ બધું હાઈ લાઈફમાં મેળવી શકશો.

Share This Article