અમદાવાદમાં પંડિત કૃષ્ણકાંત પરીખની યાદમાં બે દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. શહેરમાં 23-25 સપ્ટેમ્બર ગજ્જર હોલ ખાતે રાત્રે 8.30 વાગ્યે શહેરમાં 2 દિવસીય પંડિત કૃષ્ણકાંત પરીખ સંગીત સમારોહ યોજાઈ ગયો. પંડિત કૃષ્ણકાંત પરીખે ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતમાં રસ અને રુચિ કેળવવાનું કામ કર્યું છે. આ માટે તેમણે દિવ્યજીવન સંઘ તરફથી સંગીત રત્ન એવોર્ડ પણ મળ્યો હતો. તેમની યાદમાં આ સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે પંડિત કૃષ્ણકાંત પરીખના પુત્ર વિકાસ પરીખે જણાવ્યું હતુ કે, “શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે તેઓના પિતાનું મોટું નામ હતુ. ગુજરાતના 80 ટકા કલાકારો તેની પાસેથી શીખ્યા છે. અમદાવાદના કલાગુરુ તરીકેનું બીરુદ મળેલું છે. તેઓએ જણાવ્યું કે, ઉજવણીનું આ પાંચમુ વર્ષ છે અને બે દિવસ આ પ્રોગ્રામ ચાલે છે.” અમદાવાદની જનતાને લઈને તેઓએ કહ્યું કે, “છેલ્લા ચાર પાંચ વર્ષથી ઘણો ચેંન્જ આવ્યો છે. લોકોને શાસ્ત્રીય સંગીત સાંભળવું ગમે છે.” તેઓ પોતે પોતાની સ્વરાલય શાસ્ત્રીય સંગીત એકેડમી ચલાવે છે, અને ગુરુ શિષ્ય પરંપરાથી શાસ્ત્રીય સંગીત શીખવાડે છે.
સાથે સાથે તેણે પોતના મનની ઇચ્છા જણાવતા કહ્યું કે, મારી ઈચ્છા છે કે, “પહેલા જે રીતે ગુરુકુળમાં વિદ્યાર્થીઓ ગુરુ પાસે જઈ તેની પાસે રહીને તાલીમ મેળવવા હતા, એ જ રીતે વાતાવરણ ઊભુ કરી વિદ્યાર્થીઓને તાલીમ આપવી.”