અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી એસએમસીએ સપાટો બોલાવ્યો છે. જેમાં અલગ અલગ જગ્યાએ રેડ કરીને સ્થાનિક પોલીસની રહેમ નજર એથળ દારૂ-જુગારની બધી હોવાની વિગતો સ્પષ્ટ થઈ છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરમાં માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં આખો દારૂનો ટ્રક કટીંગ થતો હતો. જેમાં ૫૦૦ પેટી દારૂ હતો. જે સ્થાનિક પોલીસની મદદ વગર કટીંગ થઈ શકે નહીં તેવું સાબિત થયું છે. હવે મધુપુરા વિસ્તારમાં આટલો મોટો દારૂનો જથ્થો પકડાયા બાદ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાની સુપર વિઝનમાં ચાલતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શહેરમાં છેલ્લા એક સપ્તાહથી અલગ-અલગ જગ્યાએ દારૂ અને જુગારની રેડ કરવામાં આવી રહી છે. આ પહેલા પણ અમદાવાદ શહેરમાં ઘણી જગ્યાએ એસએમસીએ રેડ કરી હતી. આ વખતે શહેરના માધુપુરા વિસ્તારમાં ૧૧૩૬૬ દારૂની બોટલ ભરેલો ટ્રક કટીંગ થાઈ તે પહેલા પકડી પાડ્યો છે, જે ખૂબ જ ચોકાવનારી બાબત છે. એક સાથે આટલો દારૂનો જથ્થો એ પણ શહેરના ભરચક વિસ્તારમાં કટીંગ થાય તે સ્થાનિક પોલીસની મિલીભગત સામે ચાડી ખાય છે. એસએમસીના સુત્રોએ જણાવેલી માહિતી પ્રમાણે ગુજરાત લઘુ ઉદ્યોગ એસ્ટેટ પાસે માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં એક ટ્રકમાં હજારો બોટલ દારૂ હોવાની શંકાને આધારે તેને રોક્યો હતો. જેમાં ૧૧,૩૬૬ બોટલ એટલે કે ૫૦૦ પેટી જેટલો દારૂ હતો. જેની કિંમત ૨૫ લાખ ૫૨ હજાર જેટલી થાય છે. પોલીસે આ કેસમાં કુલ ૧૦ આરોપીઓને પકડ્યા છે. જેમાં અબ્દુલ હમીદ શેખ અને અન્ય નવ લોકો સામેલ હતા. જ્યારે એસએમસીને તપાસમાં બહાર આવ્યું છે કે, આ કેસમાં સોનુ રાજપુત, અલ્તાફ શાહપુર, મુકુંદ મકવાણા, ફૈઝલ સિંધી, ઇમરાન રખયાલ કમલેશ મરાઠી, પપ્પી રખયાલ એમના આરોપીઓ આ કેસમાં વોન્ટેડ છે. બીજી તરફ આ વોન્ટેડ આરોપીઓ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં દારૂ સપ્લાય કરતા અથવા પોતે જ વેચતા હોય તેવું પણ એસએમસીને જાણવા મળ્યું છે. હવે આ તમામની ધરપકડ કરવા માટે પણ એસએમસી દ્વારા પ્રયાસ કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે. આટલી મોટા જથ્થામાં દારૂ મળી આવતા સ્થાનિક પોલીસ સામે શંકાની સોય ઊભી થઈ છે. જેના કારણે હવે સ્થાનિક પોલીસ અથવા પોલીસ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી થાય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. બીજી તરફ આ વિસ્તારમાં દારૂ કટીંગ કરવાની પરમિશન કઈ રીતે મળી અથવા કઈ રીતે ટ્રક અહીંયા આવ્યો, તેની પણ તપાસ એસએમસી દ્વારા કરવામાં આવશે તેવું જાણવા મળી રહે છે.
સરીન ફિલ્મ્સ દ્વારા “હીર ઔર રાંઝા” (હિન્દી) અને “સુખનાથ મોગરા ની વાતચીત” (ગુજરાતી) શોર્ટ ફિલ્મોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ
અમદાવાદ સ્થિત સરીન ફિલ્મ્સે તાજેતરમાં નિર્મિત શોર્ટ ફિલ્મો "હીર ઔર રાંઝા" (હિન્દી) અને "સુખનાથ મોગરા ની વાતચીત" (ગુજરાતી) નું સ્પેશિયલ...
Read more