રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે રામ મંદિરના ગર્ભગૃહમાં, કુલ પાંચ લોકો ઉપસ્થિત રહેશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ, મોહન ભાગવત, મુખ્ય પૂજારી ઉપરાંત રાજ્યપાલ આનંદીબહેન પટેલ
અયોધ્યા : અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ આવતા વર્ષે ૨૨ જાન્યુઆરીએ થવાનું છે. આ જ દિવસે, રામ લલ્લાના અભિષેકનો પણ કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે. રામલલ્લાના સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અભિષેક સમયે ભગવાન રામની મૂર્તિની આંખો પર પટ્ટી બાંધવામાં આવશે. ભગવાન રામની મૂર્તિ પર બાંધેલી આંખની પટ્ટી હટાવવામાં આવશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન પીએમ મોદી ઉપરાંત અન્ય એક ગુજરાતી પણ હાજર રહેશે પરંતુ તે અમિત શાહ નહી અન્ય ગુજરાતી ગર્ભગૃહમા ઉપસ્થિત રહેશે. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે રામ મંદિરના ગર્ભગૃહમાં, કુલ પાંચ લોકો ઉપસ્થિત રહેશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉતરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના વડા મોહન ભાગવત, પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર મુખ્ય પૂજારી ઉપરાંત ઉતર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલનો સમાવેશ થાય છે. ગર્ભગૃહમાં હાજર રહેનારા આ પાંચ વ્યક્તિઓ પૈકી માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉતરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ એ બે જ વ્યક્તિ ગુજરાતી છે. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા માટે આચાર્યોની ટીમો બનાવવામાં આવી છે. પ્રથમ ટીમ સ્વામી ગોવિંદ દેવ ગિરીના નેતૃત્વમાં છે. બીજી ટીમ કાંચી કામકોટી શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતીના નેતૃત્વમાં છે. ત્રીજી ટીમમાં કાશીના ૨૧ વિદ્વાનો હશે. પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહને પડદાથી ઢાંકી દેવામાં આવશે. ભગવાન રામની મૂર્તિ પરથી આંખ પર પટ્ટી હટાવ્યા બાદ તેમને અરીસો બતાવવામાં આવશે. ભગવાન રામ આ અરીસામાં સૌથી પહેલા પોતાનો ચહેરો જાેશે. અયોધ્યા શ્રી રામ મંદિરના લોકાર્પણ અને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે. રામ મંદિરમાં ઉત્તમ કોતરણીને કારણે અયોધ્યામાં બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. આખી અયોધ્યા રામમય દેખાશે. શહેરના વિવિધ ચોક અને દરેક ચોકમાં કેસરી રંગના ધજા અને ખાસ પ્રકારના ચિત્રો બનાવવામાં આવ્યા છે. ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, અયોધ્યાની મુલાકાતે છે. સીએમ યોગી રામ મંદિર પરિસરમાં રામ મંદિરના નિર્માણાધીન કામની સમીક્ષા કરશે. આ સાથે તેઓ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરશે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલ ૩૦ ડિસેમ્બરે અયોધ્યા પહોંચવાના છે. પીએમ મોદી અયોધ્યામાં બનેલા નવા એરપોર્ટનું લોકાર્પણ કરશે. પીએમ મોદીની આ અયોધ્યા મુલાકાત રામ મંદિરના ઉદ્‌ઘાટન પહેલા થવાની છે.

Share This Article