A three-day workshop on “Plant-Based Food: The Natural Path to Personal Health” was organized
અમદાવાદઃ મોટાભાગના લોકો એ બાબતથી અજાણ છે કે પ્લાન્ટ બેઝ્ડ હોલ ફૂડ જીવનમાં રોગમાંથી મુક્તિ આપી અને એકંદરે આરોગ્ય અને સુખાકારીને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. 50થી વધુ દેશોમાં 2.25 લાખ અનુયાયીઓ ધરાવતા અને PBW ફાઉન્ડેશન, USAના સ્થાપક અને નિયામક લલિત કપૂર કહે છે કે, “યોગ્ય ખોરાકમાં આપણા સ્વાસ્થ્ય અને જીવનને ફરીથી આકાર આપવાની તાકાત હોય છે. પ્લાન્ટ બેઝ્ડ હોલ ફૂડ પરિવર્તન તરફ દોરી જાય છે અને કુદરતી સ્વાસ્થ્યને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.”
IIT કાનપુરના સ્નાતક અને UCLAના ભૂતપૂર્વ વિદ્યાર્થી કપૂરે વૈશ્વિક સ્તરે 500થી વધુ સેમિનાર યોજ્યા છે. પોતાની લાંબા સમયથી ચાલતી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યા બાદ, હવે તેછોડ આધારીત પોષણ દ્વારા અન્ય લોકોને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરવા પ્રયત્ન કરી રહ્યાં છે. તેમની આ યાત્રાએ વૈશ્વિક સ્તરેહજારો લોકોને પ્રેરણા આપી છે. તેમની સલાહ ઓટોફેજી, સર્કેડિયન રિધમ અને ઇમ્યુનોથેરાપીના તારણો સહિત વૈજ્ઞાનિક સંશોધન પર આધારીત
છે.
“વ્યક્તિગત સ્વાસ્થ્ય પરિવર્તન માટે કુદરતી ખોરાકની ક્ષમતાનો ઉપયોગ કેવી રીતે કરવો” તે વિશે લોકોને જાગૃત કરવા અને અંતરો દૂર કરવા માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે “પ્લાન્ટ-બેઝ્ડ ફૂડઃ ધ નેચરલ પાથ ટુ પર્સનલ હેલ્થ” વિષય પર ત્રણ દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્લાન્ટ બેઝ્ડ હોલ ફૂડના વૈજ્ઞાનિક ફાયદા અંગે લોકોને સમજણ આપી અને જાગૃત કરવામાં આવશે.
કપૂર ખૂબ જ સરળ રીતે સમજાવીને બધી મૂંઝવણ દૂર કરે છે, જે આપણે બધાએ સાંભળી છે તેવી વિરોધાભાસી બાબતોનો ઉકેલ આપે છે અને સૌથી મહત્વનું યોગ્ય વસ્તુઓ કરવા અંગે પ્રેરણા આપે છે.
સ્વાસ્થ્ય માટે જાગૃત, વ્યવસાયિકો અને સુખાકારી માટે પરિવર્તનશીલ અભિગમ ધરાવતા લોકોને વર્કશોપ માટે આમંત્રિત કરવામાં આવે છે. જ્ઞાન અને સમજ હંમેશા આપણા જીવનમાં યોગ્ય પસંદગીઓ તરફ દોરી જાય છે. વર્કશોપ AMA ખાતે 4થી 6 ઓક્ટોબર સવારે 9.30થી સાંજના 5.00 વાગ્યા સુધી ચાલશે.
સહભાગીઓ શીખશે કે કેવી રીતે આહારમાં સરળ ફેરફાર કરીને લાંબા સમયથી ચાલતી બીમારીઓને રોકીને જીવનશક્તિ અને સુખાકારીને પ્રોત્સાહન આપી શકાય છે.
ત્રણ દિવસીય વર્કશોપની હાઇલાઇટ્સમાં ક્રોનિક પરિસ્થિતિઓને દૂર કરવા અને સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવા માટે આખા ખોરાકનો ઉપયોગ કરવાની યોગ્ય વ્યૂહરચના, પ્લાન્ટ બેઝ્ડ ડાયેટનું વૈજ્ઞાનિક મહત્વ, અને સ્વાસ્થ્ય પર તેની અસર અંગે કપૂર સુખાકારીની સફર પર વ્યક્તિગત આંતરદૃષ્ટિ પ્રદાન કરશે.
વર્કશોપમાં આવરી લેવાનાર વિષયો
1 આહાર જીવનશૈલી વિશે માન્યતા
2 બ્લુ ઝોન
3 જીનોમ પ્રોજેક્ટ, એપિજેનેટિક્સ
4 મૂળભૂત શરીર વિજ્ઞાન અને રોગો
5 પ્રોટીન, કેલ્શિયમ, દૂધ, કાર્બોહાઇડ્રેટ, ચરબી, સૂક્ષ્મ પોષકતત્વો, એન્ટીઓક્સિડન્ટો
6 કોલેસ્ટ્રોલ, બીપી અને સુગર અંગે વાસ્તવિક્તા
7 સ્વાસ્થ્યના 5 આધારસ્તંભ- ફૂડ, ડિટોક્સિફિકેશન, સર્કેડિયન, એક્ટિવિટી, ઇમોશનલ હેલ્થ
8 પોલિટિક્સ ઓફ ફૂડ એન્ડ હેલ્થકેર
9 ક્રોનિક રોગના કારણો
10 કેન્સર, કિડની રોગ, બીપી અને ફેટ, ડાયાબિટીસ, લીવર, રિફ્લક્સ, આર્થરાઇટિસ, થાઇરોઇડ, પ્રોસ્ટેટ, ઓસ્ટિયોપોરોસિસ, પીઠનો દુખાવો, સીઓપીડી, અસ્થમા, અને બ્રોન્કાઇટિસ સહિતની સમસ્યાઓમાં પાયાનું નિદાન
11.દર્દીઓના સફળ અનુભવો