સુરતનાં વેસુમાં હેપ્પી એન્કલેવમાં ભયાનક આગ લાગી, હર્ષ સંઘવી દોડતા થયાં

Rudra
By Rudra 1 Min Read

સુરતના વેસુમાં વહેલી સવારે હેપ્પી એન્કલેવમાં ભયાનક આગની ઘટના બની હતી, સૌપ્રથમ ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ છે કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે હાજર હતા. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ જ કમ્પાઉન્ડમાં સામેની બિલ્ડિંગમાં રહે છે.

આગ એટલી ભયાનક હતી કે, આગ પર કાબૂ મેળવવા માટે ૫ ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો જેમાં લગભગ બે કલાક જેટલો સમય બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

Share This Article