નરેન્દ્ર મોદીના ભાષણ માટે મંત્રીઓની એક ટીમ સક્રિય

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરનાર છે. આ દરમિયાન મોદી ક્યા મુદ્દા પર વાત કરશે તેને લઇને પ્રાથમિક તૈયારી કરી લેવામાં આવી છે. મોદીના ભાષણ માટે મંત્રીઓની એક ટીમ હાલમાં કામ કરી રહી છે. જે ભાષણના જરૂરી કન્ટેન્ટ એકત્રિત કરવામાં લાગેલી છે. મોદીના ભાષણને વર્ષ ૨૦૧૯માં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં લઇને તૈયાર કરવામાં આવનાર છે.

કેન્દ્રિય ગહૃ પ્રધાન રાજનાથસિંહના નેતૃત્વમાં એક કેન્દ્રિય ટીમ મોદીના ભાષણ માટે કન્ટેન્ટ એકત્રિત કરવામાં લાગેલી છે. આ  ભાષણને ચૂંટણીને ધ્યાનમાં લઇને તૈયાર કરાશે. વર્ષ ૨૦૧૯માં યોજાનારી ચૂંટણી માટેની તૈયારી  ભાજપ દ્વારા કર લેવામાં આવી છે. લાલ કિલ્લા પરથી દેશને નામ સંબોધનમાં મોદી કેટલીક મોટી યોજના જાહેર કરી શકે છે. મોદી ઇચ્છે છે કે સ્વતંત્રતા દિવસના પ્રસંગે જ્યારે તેઓ દેશના લોકોને સંબોધન કરે ત્યારે તેમનુ ભાષણ માત્ર આંકડાકીય જાળ તરીકે ન દેખાય. ભાષણમાં રાજકીય પુટ રહે તે જરૂરી છે.

વર્ષ ૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં લઇને આને તૈયાર કરવામાં આવનાર છે. વડાપ્રધાન મોદી માટે ભાષણ તૈયાર કરનાર ટીમમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, કારોબારી નાણાંપ્રધાન પિયુશ ગોયલ પણ સામેલ છે. સુત્રોએ કહ્યુ છે કે ભાષણ માટે ઇનપુટ તૈયાર કરવાની બાબત કેટલીક અન્ય બાબતો પર આધારિત છે.લાલ કિલ્લા પરથી સંબોધનમાં મોદી ત્રિપલ તલાક અને સ્વચ્છ ભારતના મુદ્દાને ઉઠાવી ચુક્યા છે. પ્રધોનીની ટીમને કેટલીક બાબત સ્પષ્ટ પણે કહેવામાં આવી છે.

Share This Article