અમદાવાદના ઓઢવમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી શિક્ષકનો આપઘાત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જ્યાં એક શિક્ષકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.  ૨૭ વર્ષીય સુબ્રતો પાલ એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો.  વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે. પોલીસે સુસાઈડ નોટના આધારે ૩ શખ્શો સામે ફરિયાદ નોંધી છે. 

જો કે, તપાસમાં એ પણ ખુલ્યું છે કે, મૃતકના મોટાભાઈએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે ૫ લાખ રૂપિયા લીધા હતા.  જેમાં જે ફાયદો થાય તેના ૫૦ ટકા ભાગ ત્રણ લોકોને આપવાનું નક્કી કર્યું હતું. જો કે  ધાર્યા પ્રમાણે તેમાં ફાયદો ન થતાં મૃતકનો મોટોભાઈ રકમ પરત આપી શક્યો નહોતો.  એક અઠવાડિયા પહેલાં મોટાભાઈએ પણ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સમયસર સારવાર મળતા તેને બચાવી લેવાયો હતો. એવામાં હવે તેના શિક્ષક ભાઈએ આત્મહત્યા કરી લીધી છે. મૃતકને તો પૈસાની લેવડદેવડ બાબતે કઈપણ લેવાદેવા નહોતું. પોલીસને જે સુસાઈડ નોટ મળી છે તેને જાેતા પોલીસને આશંકા છે કે શિક્ષકના અક્ષર આવા ન હોઈ શકે. ઓઢવમા ગોકુલનગર સોસાયટીમાં રહેતા અને શિક્ષક સુબ્રતો પાલે આજે વહેલી સવારે  ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો .સુબ્રતો તેમના મોટા ભાઈ શુભાંકર પાલ સાથે રહેતો હતો. સુબ્રતોએ આપઘાત પહેલાં હિન્દીમાં સુસાઇડ નોટ લખી હતી. જેમાં ઉલ્લેખ કર્યો છે કે ત્રણ વ્યાજખોર સામે પોલીસ અમારી ફરિયાદ લેતી નથી. જેના કારણે હેરાન થયો હતો, જેથી હું આપઘાત કરું છું. કદાચ મારા મોત બાદ મારા પરિવારને ન્યાય મળી શકે.

Share This Article