ભાવનગરમાં હોસ્ટેલ રૂમ નંબર ૪૦૯ માં રહેતો વિદ્યાર્થી સવારે ઉઠ્‌યો જ નહી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા MBBS ના વિદ્યાર્થીનું મોત, હાર્ટ એટેક આવ્યો હોવાનું અનુમાન
ભાવનગર : ભાવનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા MBBS ના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. જીગર ચૌધરી નામના MBBS ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થતા કેમ્પસમાં ટેન્શનનો માહોલ છવાયો છે. મૂળ બનાસકાંઠાનો જીગર ચૌધરી ભાવનગર મેડિકલ કોલેજમાં MBBS નો અભ્યાસ કરતો હતો. મેડિકલ કોલેજની હોસ્ટેલના રૂમ નંબર ૪૦૯ માં રહેતો વિદ્યાર્થી રાત્રે સુઈ ગયા બાદ સવારે ઉઠ્‌યો જ નહીં. જીગર ચૌધરી ને તેના સહાધ્યાયી મિત્રો સવારે ઉઠાડવા ગયા હતા પરંતુ તે જાગ્યો જ નહીં. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો. હાલ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે, પરંતુ સાચું કારણ તો પીએમ થયા બાદ બહાર આવશે. હાલના સમયમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. કોરોનાકાળ બાદ યુવાનોમાં હૃદયરોગના હુમલાથી મોતના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહ્યા છે. ત્યારે ભાવનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ કેમ્પસમાં શોકનો અને ડરનો માહોલ ફેલાયો છે.

Share This Article