આતંકવાદના ખાત્મા માટે મજબુત સરકાર જરૂરી છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દરભંગા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આક્રમક પ્રચાર કરવા માટે બિહારમાં પહોંચ્યા હતા. જ્યાં મોદીએ કોંગ્રેસ અને મહામિલાવટી લોકો પર આકરા પ્રહારો કર્યા હતા.  મોદીએ આક્ષેપ કરતા કહ્યુ હતુ કે જે પાર્ટી ૨૦ સીટ પર ચૂંટણી લડે છે તે પાર્ટીના નેતા પણ ચૂંટણી મેદાનમાં છે અને દેશના વડાપ્રધાન બનવા માંગે છે. આ મહામિલાવટના લોકો દેશને કોઇ મજબુતી આપી શકે તેવી સ્થિતીમાં નથી. કારણ કે ત્રાસવાદની સામે તેમની લડાઇ એકદમ નબળી છે. મોદીએ કોંગ્રેસ અને તેમના હરિફો પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે પહેલા ભારતીય સેનાના પરાક્રમ અંગે પુરાવાની માંગ કરતા લોકો હવે ભયભીત થઇ ગયા છે.

પ્રથમ ત્રણ તબક્કામાં જે મતદાન થયુ છે તેનાથી કેટલીક બાબત સ્ષષ્ટ થઇ જાય છે. દેશને વધારે મજબુત કરવાની જરૂર છે. દેશને મજબુત કરવા માટે વડાપ્રધાન પણ મજબુત રહે તે જરૂરી છે. ચોકીદાર પણ મજબુત જાઇએ છે. મોદીએ દાવા સાથૅ કહ્યુ હતુ કે એનડીએ સરકારે બાબા સાહેબ આંમ્બેડકર દ્વારા દર્શાવવામાં આવેલા માર્ગને વધારે મજબુત કરી દીધો છે.

મોદીએ ખાતરી આપતા કહ્યુ હતુ કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી મહામિલાવટી લોકો કોઇ ચેડા કરી શકશે નહીં. આજે તમામ ઘરમાં વિજળી પહોંચી ગઇ છે. પ્રાથમિકતા પહેલા પૂર્ણ કરવામાં આવી રહી છે. બિહારમાં લાલટેન અથવા તો ફાનસને હમેંશા માટે વિદાય આપી દેવામાં આવી છે. કોંગ્રેસે દરેક ઘોષણાપત્રમાં વીજળી આપવાની ખાતરી આપી હતી. વર્ષ ૨૦૦૪થી આવા વચન કોંગ્રેસી નેતાઓ આપતા રહ્યા છે.

Share This Article