મેલબોર્નમાં રોડ અકસ્માતોમાં સતત વધારો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મેલબોર્ન વિક્ટોરિયામાં રોડ પર મૃત્યુઆંક ૧૫ વર્ષની ટોચે પહોંચી ગયો છે. બુધવારની મધ્યરાત્રિ સુધીમાં સમગ્ર વિક્ટોરિયામાં રોડ અકસ્માતમાં ૨૦૭ લોકો માર્યા ગયા છે. આ મૃત્યુઆંક ગયા વર્ષ કરતાં ૩૭ વધુ અને વર્ષ ૨૦૦૮ પછી સૌથી વધુ છે. ગંભીર અકસ્માતોમાં વધારો થવા પાછળ ખાડાઓ અને રસ્તાની અન્ય નબળી સ્થિતિ મહત્ત્વનું પરિબળ બન્યા છે. મેલબોર્ન એ દક્ષિણપૂર્વીય ઓસ્ટ્રેલિયન રાજ્ય વિક્ટોરિયાની દરિયાકાંઠાની રાજધાની છે. શહેરના સેન્ટરમાં બાર, રેસ્ટોરન્ટ, મોલ, મલ્ટિપ્લેક્સ, ઓફિસો, કોલેજ, ગાર્ડન, ટેનિસ અને ક્રિકેટના ગ્રાઉન્ડ અને અનેક કમર્શિયલ બિઝનેસ અને બેન્કની મુખ્ય ઓફિસો આવેલી છે, જેથી મેલબોર્નમાં લોકોની અવર-જવર અને વધુ ટ્રાફિક રહે છે.

મેલબોર્ન અને અન્ય શહેરોને જોડતા માર્ગો પર સતત ટ્રક, બસ અને કારો પસાર થતી હોય છે. મેલબોર્ન ખૂબ જ વિકસિત શહેર છે છતાં મેલબોર્નમાં હાઈ વે સાથે જોડતાં માર્ગો ખરાબ જોવા મળે છે જેના કારણે અકસ્માતોની સંખ્યા વધી છે. સાથે જ રોડ અકસ્માતના કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. બુધવારની મધ્યરાત્રિ સુધીમાં સમગ્ર વિક્ટોરિયામાં ક્રેશમાં ૨૦૭ લોકો માર્યા ગયા છે. મેલબોર્ન રોડ અકસ્માત અને લોકોના મૃત્યુઆંક અંગે વિક્ટોરિયા પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યા બાદ તેના કારણો અંગે પણ પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આ અકસ્માતોનું મુખ્ય કારણ નાગરિકોની બેદરકારી છે, આ સિવાય ડ્રાઈવિંગ દરમિયાન નિયમોનું પાલન ન કરવું, બેધ્યાન અને બેફામ ડ્રાઈવિંગ અને સિગ્નલ ફોલો ન કરવા જેવા પરિબળો સામેલ છે, સાથે જ રોડની સ્થિતિ અને રોસ સેફટી પણ એક સમસ્યા બની ગઈ છે. મેલબોર્નમાં એક માર્ગ છે જેને સૌથી ખરાબ અને ભયાનક માર્ગ ગણવામાં આવે છે.

મેલબોર્નના ઉત્તર પૂર્વમાં એક કુખ્યાત માર્ગને સતત છઠ્ઠા વર્ષે ઓસ્ટ્રેલિયાના સૌથી ખતરનાક ‘ક્રેશ હોટસ્પોટ’ તરીકે નામ આપવામાં આવ્યું છે. આ રોડ શહેરનો સૌથી ખરાબ રસ્તો છે.

Share This Article