અમદાવાદમાં ઝેવિયર્સની વિદ્યાર્થિનીને મેસેજ કરનારો સ્પોર્ટ્‌સ શિક્ષક થયો સસ્પેન્ડ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયલાના સ્પોર્ટસના શિક્ષકે વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયા પર મેસેજ કરીને એકલા મળવા બોલાવવાની ઘટનાને પગલે સ્કૂલે શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે. ઉપરાંત સ્કૂલમાં ઇન્ટરનલ કમિટીના રિપોર્ટને આધારે જો શિક્ષકનો ખરાબ ઇરાદો જણાશે તો પોલીસ ફરિયાદ પણ નોંધાઇ શકે છે.

મળતી માહિતી માહિતી પ્રમાણે, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો પી.ટીનો શિક્ષક રવિરાજસિંહ ચૌહાણ સામે ત્રણ વિદ્યાર્થિનીએ પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી કે શિક્ષકે સોશિયલ મિડીયા પર મેસેજ કર્યા હતા. જેમાં શિક્ષકે વિદ્યાર્થિનીના ફોટો મંગાવ્યા હતા, સાથે જ એકલા મળવા આવવા માટે પણ જણાવ્યું હતું. આ બાબતથી ડરી ગયેલી વિદ્યાર્થિનીઓએ પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી. સ્કૂલે શિક્ષકને સસ્પેન્ડ કરીને સ્કૂલની ઇન્ટરનલ તપાસ કમિટીની રચના કરી હતી. જે ૧૫મી સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ આપશે.

રિપોર્ટ બાદ શિક્ષક પર વધુ શિક્ષાત્મક કાર્યવાહી થઇ શકે છે. પરંતુ સ્કૂલે હજુ સુધી ડીઇઓમાં કે પોલીસ ફરિયાદ નોંધાવી નથી. દ્યાર્થીની ફરિયાદ મળતા જ સ્કૂલે શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો હતો. સાથે જ સ્કૂલે ઇન્ટર સ્કૂલ કમિટી પણ બનાવી છે. જેઓ રિપોર્ટ આપશે. અત્યાર સુધી પોલીસ ફરિયાદ નોંધાવાઇ નથી. વિદ્યાર્થીનીઓની ફરિયાદ બાદ વાલીઓ સ્કૂલ પર પંહોચ્યા હતા. શિક્ષક અંગે આ પહેલા પણ ફરિયાદ થઇ ચુકી છે. પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ શિક્ષક પર કાર્યવાહી યોગ્ય કાર્યવાહી કરી ન હતી. જેથી આ ઘટના બનતા શિક્ષક અને મેનેજમેન્ટ સામે વાલીનો ગુસ્સો વધારે છે.

Share This Article