પોંડિચેરીની એનજીઓ મિદડમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “ક્રિષ્ના બટર પ્રોજેક્ટ”નું લોન્ચિંગ કરવામાં આવ્યું. 8 વર્ષથી 15 વર્ષના વિદ્યાર્થીઓ માટે આ એક ઇન્ટરેક્ટિવ અને મફત ભગવદ ગીતા ક્લાસરૂમ ટીચિંગ મોડ્યુલ છે, જેમાં 19 પ્રકરણ, 19 ચિત્રો અને 99 મૂળ શ્લોકો અને તેને અનુરૂપ અંગ્રેજી કવિતાના અનુવાદનો સમાવેશ થાય છે. આ મોડ્યુલ હવે ગુજરાતી અનુવાદ- “કૃષ્ણ નવનીત – યશસ્વી વિદ્યાર્થીઓ માટે” ના વિમોચન સાથે ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યું છે.
ડરાવી ધમકાવીને કરવામાં આવતી હેરાનગતિ, પ્રેરણાનો અભાવ, ભેદભાવ અને સાયબર વિક્ષેપ સહિતના જુદા જુદા માનસિક, દૈહિક, મનોવિજ્ઞાનીક અને સામાજિક પડકારોના સમાધાન માટે JIPMER (રાષ્ટ્રીય મહત્વની સંસ્થા)ના સીનીયર પેથોલોજિસ્ટ અને IISER, ત્રિવેન્દ્રમના પૂર્વ બોર્ડ ઓફ ગવર્નર ડો. ભાવના બધે દ્વારા ટ્રસ્ટના સ્થાપક અને અધ્યક્ષ શ્રી મધુસુદન દામલેજી ના માર્ગદર્શન સાથે “ક્રિષ્નાઝ બટર ફોર ચેમ્પિયન સ્ટુડન્ટ્સ” ને ગીતાના પરંપરાગત અને સાંસ્કૃતિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે.
કોવિડના સમય થી જ મિડમે મિદમ સંસ્થા દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી ભારત અને વિદેશમાં 4000થી વધુ બાળકો માટે મફત 19 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોડ્યુલને શિક્ષકો તાલીમ માટે FAQ અને મેન્યુઅલ્સ સાથે પ્રમાણિત કરવામાં આવ્યું છે. ગીતા ટીચિંગના આ મોડ્યુલની એક અનોખી વિશેષતા છે. જેના દ્વારા વર્ગના ગૃહકાર્ય પછી ઈનોવેટિવ પ્રેક્ટિકલ અને પારસ્પરિક ચર્ચા, જેનાથી વડે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે વધુ સારો સંવાદ સ્થાપિત કરી શકાય છે. બાળકોએ ખોરાકના યોગ્ય ગુણને પસંદ કરવા અને તણાવમુક્ત જીવન માટે કર્મ યોગનો અભ્યાસ કરવા જેવા ગહન વિચારો ઊંડાણપૂર્વકના ખ્યાલો વિશે વાત કરવાનું શરૂ કર્યું ત્યારબાદ પોતે ગીતાનો અભ્યાસ કર્યો ન હોય તેવા ઘણા વાલીઓની માંગને ધ્યાનમાં લઈને “ક્રિષ્ના બટર એડલ્ટ્સ વર્કશોપ” પણ શરૂ કરવામાં આવ્યા હતા. 2023માં, મિદડમ ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્રમુખ શ્રી મધુસુદન દામલેજી ની આગેવાની હેઠળની ભારતભરના 11 શિક્ષકોની ક્રિષ્નાઝ બટર ટીમે બાળકો માટેના આ પ્રકારના પ્રથમ, સંસ્કૃત માધ્યમના – ભગવદ ગીતા ટીચિંગ મોડ્યુલના વિમોચન દરમિયાન અસિસ્ટ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મેળવ્યું છે.
બાળકોનું ક્રિષ્નાઝ બટર મોડ્યુલ હવે અંગ્રેજી, ગુજરાતી, તમિલ, હિંદી, મરાઠી, મલયાલમ, તેલુગુ, કન્નડ અને સંસ્કૃત માધ્યમમાં ઉપલબ્ધ છે અને ભારત તેમજ દુનિયાભરના બાળકોને મુક્તપણે ગીતાના સિદ્ધાંતો શીખવવાના પોતાના મિશન હેઠળ ટ્રસ્ટ કોઈ પણ સરકારી સંસ્થા અને એનજીઓ સાથે સહકાર સાધવા તૈયાર છે. ટ્રસ્ટના સેક્રેટરી અને અંગ્રેજી કવિતાઓના સ્વરૂપમાં ગીતાના 700 શ્લોક સાથેની ક્રિષ્નાઝ બટર રેફરન્સ બૂક “રિધમ ઓફ ક્રિષ્ના-ભગવદ ગીતાના લેખક સુશ્રુત બધેએ ટ્રસ્ટના ગુજરાતી પ્રકરણને લીલી ઝંડી આપી હતી. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)માં યોજાયેલા આ કાર્યક્રમમાં વેદાંતિક સ્કોલર અને ક્રિષ્નાઝ બટર પ્રોજેક્ટના ગુજરાતી ભાષાંતરકાર શ્રીમતી વૈદેહી અધ્યારુ, પોએસિસ અચિવમેન્ટ ફાઉન્ડેશનના સ્થાપક શ્રીમતી બીના હાંડા, SVNIT, સુરતના પ્રોફેસર ડો. હર્ષિત દવે તેમજ ક્રિષ્નાઝ બટરના ગુજરાત રાજ્યના કો ઓર્ડિનેટર શ્રીમતી કવિતા પટેલ ઉપસ્થિત રહ્યા હતા.