અમદાવાદ : આર્ટ અને સમયનો સંગમ એવી ટેગ હુઇયરે અમદાવાદમાં આર્ટ પ્રોવોકેટર એલેક મોનોપોલી વોચની વિશેષ આવૃત્તિ લોન્ચ કરતાં ઘડિયાળપ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને ઉત્સુકતા છવાઇ ગઇ છે. વિશ્વભરમાં પ્રખ્યાત સ્ટ્રીટ આર્ટિસ્ટે સ્વિસ વોચમેકરને નવા મોડલ ડિઝાઇન કરવામાં મદદ કરી છે, જેને ગઇકાલે રાત્રે અમદાવાદમાં મંગલ બાગ ગેલેરી એન્ડ રેસિડન્સ આર્ટ ગેલેરી ખાતે આયોજિત વિશેષ પાર્ટીમાં લોન્ચ કરવામાં આવ્યાં હતાં. એલેક મોનોપોલીને શ્રદ્ધાંજલી આપતાં ગેલેરી વોલને સ્ટ્રીટ આર્ટ સ્ટાઇલના પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવી હતી. આ પ્રસંગે મહેમાનોએ લાઇવ પેન્ટિંગ કરતાં કલાકારોને નિહાળ્યાં હતાં. એક વિશેષ સ્પર્ધામાં આમંત્રિત મહેમાનોને પોતાની પસંદગીના વોચ ડાયલ ડિઝાઇન કરવાનું સૂચન કરાયું હતું.
આ સ્પર્ધામાં વિજેતાઓને એવેન્ટ ગ્રેડ બ્રાન્ડ ટેગ હુઇયર સ્પેશિયલ ગિફ્ટ કરવામાં આવી હતી. ટેગ હુઇયર ફોર્મ્યુલા ૧ એલેક મોનોપોલી એડિશન એ ઓરિજનલ અને કલરફુલ આ ટેગ હુઇયર ફોર્મ્યુલા ૧ રિસ્ટવોચ મોનોપી નામના લીટલ બેન્કરની વિશેષતા ધરાવે છે, જે પોતાના ચહેરા ઉપર રેડ બંદના પહેરે છે અને ડાયલ ઉપર ગ્રીન કેશ થ્રો કરે છે. એલેક મોનોપોલીની તુરંત સમજમાં આવતી સિગ્નેચર બેકગ્રાઉન્ડમાં યલો, બ્લુ અને રેડમાં જોવા મળે છે. આ ૪૧ એમએમ ફોર્મ્યુલા ૧ મોડલ બ્લેક રબર સ્ટ્રેપ ઉપર રજૂ કરવામાં આવે છે. આ સ્પોર્ટી વોચ સ્ટેઇનલેસ-સ્ટીલ યુનિડિરેક્શનલ બેઝલ સાથે બ્લેક પીવીડી કોટિંગ ધરાવે છે, જે ૬૦ મીનીટના સ્કેલ ઉપર કોતરવામાં આવ્યું છે.
વોચની બોલ્ડ બ્લેક ડિઝાઇન ડાયલ ઉપર બ્રાઇટ આર્ટવર્ક માટે પરફેક્ટ બેકડ્રોપ છે, જે સાચા અર્થમાં પ્રદર્શિત થાય છે. ટેગ હુઇયર અને એલેક મોનોપોલી એ આર્ટ એન્ડ અવાન્ત-ગાર્ડે વોચમેકિંગ ટેગ હુઇયર અને એલેક મોનોપોલી વર્ષ ૨૦૧૬માં પ્રથમવાર સાથે આવ્યાં હતાં, જ્યારે મિયામી કન્ટેમ્પરરી આર્ટ વીક ખાતે કલાકારને સ્વિસ વોચમેકર્સના આર્ટ પ્રોવોકેટર તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે એલેક મોનોપોલીએ મિયામી ડિઝાઇન ડિસ્ટ્રિક્ટમાં ટેગ હુઇયરને ટેગ કર્યું હતું. એક વર્ષ પછી આર્ટવર્ક પ્રથમવાર ટેગ હુઇયરની સ્પેશિયલ-એડિશન વોચમાં દર્શાવવામાં આવ્યું હતું.
ટેગ હુઇયરની પ્રોડક્ટ શ્રેણીના બે નવા મોડલ આ ક્રિએટિવ કલેક્શનનો એક હિસ્સો છે. વોચમેકિંગ ક્રાફ્ટમેનશીપ, કન્ટેમ્પરરી આર્ટ અને ટાઇમલેસ સ્ટાઇલના મિશ્રણ સાથે આ બે ટેગ હુઇયર ટાઇમપીસીસી ચોક્કસપણે સ્ટ્રીટ આર્ટ ફેન અને વોચ પ્રત્યે ઉત્સાહ ધરાવતા લોકો વચ્ચે સફળ સાબિત થશે. ટેગ હુઇયરની વોચની આ વિશેષ આવૃતિના લોન્ચીંગને લઇ ઘડિયાળપ્રેમીઓમાં સ્વાભાવિક ઉત્સાહ, ઉત્સુકતા અને રોમાંચ છવાયા હતા, તેમના માટે ઘડિયાળજગતના નવા આકર્ષણમાં ઉમેરો થયો છે.