ચેન્નાઇઃ મહિલા દિવસના પ્રસંગને ધ્યાનમાં રાખી ‘કન્યાને સમજવા માટે પ્રયત્ન’ વિષયને મેટ્રોમોની બ્રાંડ ભારતમેટ્રોમની દ્વારા સોશિયલ મીડિયા અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં એ સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે છોકરીઓ લગ્નની વાત આવે ત્યારે તે પોતાના ભાવિ પતિ વિશે શું ઇચ્છા ધરાવે છે.
આ અભ્યાસમાં ૮૯૦ પ્રતિક્રિયાઓ લેવામાં આવી હતી. જેઓને ૧૦ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા, જેમાં “પોતાના થનારા પતિ પાસેથી તે શું ઇચ્છે છે આદર કે ધ્યાન?”, “કેમ છોકરીઓ લગ્નના થોડા સમય બાદ બાળકની ઇચ્છા ધરાવે છે?”, લગ્ન પછી છોકરીઓને કેમ પરવાનગીની નહિ, પણ આધારની જરૂર છે?” વગેરે પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
અભિયાનના કેટલીક મહત્વપૂર્ણ સમજઃ
- છોકરીઓ ઇચ્છા ધરાવે છે કે જ્યારે નિર્ણય લેવાની વાત આવે ત્યારે તેમનો આદર કરવામાં આવે.
- છોકરીઓ ઇચ્છે કે પતિ અને તેનો પરીવાર તેમને તેમની તમામ ખામીઓ સાથે સ્વીકારે અને તેમની સરખામણી ન કરે.
- કારકિર્દી તેઓને સશક્ત હોવાની લાગણી અનુભવવા મદદ કરે અને પારીવારિક જવાબદારીઓ વહેંચવામાં પણ મદદ કરે
- સ્વતંત્ર હોવાથી, તેમનામાં પડકારોનો સમાનો કરવાની ક્ષમતાઓ છે.
- ૧૦૦ ટકા ઉત્તરદાતાઓએ અનુભવ્યું કે લગ્નએ છોકરીઓને તેમની ઉત્કટતાને અનુસરવા રોકવી જોઇએ નહિ.
- તેઓ માતા-પિતાનો આધાર બની શકે કારણે કે આજે તેઓ જે કંઇપણ છે તે તેમની બલિદાનને કારણે જ છે
- તેઓ બાળકો માટેની ઇચ્છા પોતાના સાથીને સારી રીતે સમજી અને આર્થિક સધ્ધરતા મેળવ્યા બાદ ધરાવેછે
- લગ્ન બાદ, તેઓ પોતાની ઉત્કટતાને મેળવવા માટે પરવાનગી નહિ, પણ આધાર ઇચ્છે છે.
- છોકરીઓ ઇચ્છે છે કે તેમનો પતિ અને પરીવાર તેને સમજવા માટે કેવો પ્રયત્ન કરે છે
- છોકરીઓ તે માણસનું સમ્માન કરે છે જે ઘર કામમાં મદદ કરે છે.
આ સોશિયલ અભિયાન દ્વારા ભારતમેટ્રોમોનીએ પોતાના જીવનસાથીને શોધવા માટે છોકરીઓને કરવા પડતા પડકારો, આકાંક્ષાઓ અને અપેક્ષાઓને સમજવાનો પ્રયત્ન કર્યો છે. જે આ પડકારોની આસપાસનીવાતચીત માટે મંચ પ્રદાન કરે છે.