સુરતમાં ટામેટાંની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાત સહિત અનેક દેશોમાં ટામેટાંના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ટામેટાંની કિંમત આસમાને પહોંચી ગઈ છે. દેશભરમાં ટામેટા ૧૫૦થી ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યાં છે. આ વચ્ચે ટામેટાં પર હવે ચોરોની નજર પડી છે. અનેક જગ્યાએ ટામેટાની ચોરી થવાની ઘટના સામે આવી રહી છે. સુરતમાં પણ એક ચોરે ટામેટાંની ચોરી કરી હતી. આ ઘટનાની પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ટામેટા ચોરીની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. હવે પોલીસે સીસીટીવીના આધારે ચોરની ધરપકડ કરી છે. બજારમાં શાકભાજીના ભાવ વધતા લોકોની જીવન જરૂરિયાત એવા શાકભાજીની પણ ચોરી થવા લાગી છે. ત્રણ દિવસ પહેલા મોટા વરાછા વિસ્તારમાંથી બટેકાની ચોરી થયા બાદ હવે ટામેટાની પણ ચોરીની ઘટના સામે આવી છે. બજારમાં ટામેટાના ભાવ ૨૦૦ને પાર થતાં હવે ટામેટાંની ચોરી પણ થવા માંડી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા શાકભાજી બજારમાંથી ૧૫૦ કિલોથી વધુના ટામેટા ની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. માર્કેટમાંથી ટામેટાની ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે.

Share This Article