માતાનાં મારથી બચવા છ વર્ષના બાળકે પાંચમા માળેથી છલાંગ લગાવી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઈસ્ટ ચાઈનાના અનહુઈ પ્રાંતમાં ૨૫ જૂનના રોજ એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક બાળકે તેની માતાના મારથી બચવા માટે એપાર્ટમેન્ટના ૫મા માળેથી કૂદકો લગાવ્યો હતો. આ પછી ચીનમાં સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટનાને લઇને પ્રતિક્રિયા આપી હતી. આ ઘટના બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ દેશમાં મજબૂત બાળ સુરક્ષા કાયદો બનાવવાની માંગ કરી હતી.ઘરની અંદર લાકડી વડે માર માર્યા બાદ એક ૬ વર્ષનો છોકરો બિલ્ડિંગની બહાર એસી યુનિટ પર ચઢી ગયો અને પાંચમા માળેથી કૂદી ગયો હતો.

આ ઘટનાનો વીડિયો બનાવનારા લોકોએ માતાને બાળકને ન મારવાની વિનંતી કરી હતી પરંતુ મહિલાએ તેના બાળકને માર મારવાનું ચાલુ રાખ્યું હતુ. પરિણામે મારથી બચવા માટે બાળકે બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી દીધી હતી.રિપોર્ટ અનુસાર, એક વીબો યુઝર્સે કહ્યું કે તે કૂદવા કરતાં તેની માતાથી વધુ ડરતો હતો. લોકો પહેલેથી જ બૂમો પાડી રહ્યા હતા, ‘તેને મારવાનું બંધ કરો’ અને માતા હજુ પણ અટકી ન હતી. આઉટલેટને ટાંકીને માહિતી આપવામાં આવી હતી કે છોકરાનું નામ યાન છે. તેના પિતા બીજા શહેરમાં કામ કરે છે અને તે તેની માતા સાથે રહે છે.

Share This Article