કાનપુરમાં સ્પા સેન્ટરના નામ પર સેક્સ રેકેટ ચલાવતા લોકોની વિરુદ્ધ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ૪ દિવસમાં પોલીસે ૨ સ્પા સેન્ટરો પર દરોડા પાડીને ૬ છોકરીઓ અને ૪ છોકરાઓની ધરપકડ કરી છે. તેમાં ૨ છોકરીઓ મણિપુરની રહેવાસી છે. શનિવારે પોલીસે રાવતપુર વિસ્તારમાં ઘણી પોલીસ ફોર્સ અને સાદા કપડાંમાં મહિલા પોલીસ ઓફિસરની સાથે અરેબિયન સ્પા સેન્ટર મસાજ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન સેક્સ રેકેટનો ખુલાસો થયો.
અહીંથી પોલીસે ૩ છોકરીઓની સાથે સેન્ટર ચલાવતા પ્રશાંત સિંહ અને તેના સાથીની ધરપકડ કરી છે. જો કે ઘણા છોકરાઓ ભાગી ગયા હતા. આ પહેલા ૧૨ ઓક્ટોબરના રોજ કાનપુરના કર્નલગંજ વિસ્તારમાં પોલીસે સ્વર્ણ સ્પા સેન્ટરમાં દરોડા પાડ્યા હતા. તેમાંથી ૩ છોકરીઓની સાથે ૨ છોકરા રાહુલ અને પ્રદ્યુમ્ન સિંહની ધરપકડ કરી હતી. આ સ્પા સેન્ટરનો માલિક મારકંડે અને તેનો સાથી જિતેન્દ્ર ભાગી છૂટી ગયા છે. પોલીસે તેમની વિરુદ્ધ પણ FIR નોંધી છે. ખાસ વાત એ છે કે અહીંથી પકડાયેલી છોકરીઓમાં ૨ મણિપુરની રહેવાસી છે. તેનાથી ખબર પડે છે કે કાનપુરમાં સ્પા સેન્ટરના નામ પર બીજા રાજ્યની છોકરીઓને લાવીને સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે સ્પા સેન્ટર પર દરોડા પાડ્યા અને તે દરમિયાન તેમને ઘણી આપત્તિજનક વસ્તુઓ મળી. સ્પા સેન્ટરોમાં સેક્સ રેકેટના ખુલાસા પછી જોઈન્ટ પોલીસ કમિશનર આનદ પ્રકાશ તિવારી મામલા પર સતત ધ્યાન આપી રહ્યા છે. તેમનું કહેવું છે કોઈપણ સ્પા સેન્ટરમાં ખોટું કામ થયું તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કાનપુરમાં હાલના કેટલાક વર્ષોમાં ઘણા વિસ્તારોમાં સ્પા સેન્ટરોની સંખ્યા વધી ગઈ છે. નાનાં નાનાં ઘરોમાં પણ સ્પા સેન્ટર ચલાવવામાં આવી રહ્યા છે. આ સેન્ટરને ગુંડા લોકો સર્પોટ કરતા રહે છે. ઘણી વખત પોલીસકર્મી પણ સપોર્ટ કરે છે. ૬ મહિના પહેલા ગુમટી વિસ્તારના સ્પા સેન્ટરમાં એક છોકરાને સ્પા સેન્ટરના માલિકોએ ગુંડાની સાથે મળીને બેલ્ટથી માર્યો હતો. જેની FIR નોંધવામાં આવી છે. એટલું જ નહીં મારજૂડમાં ઘાયલ યુવકને નજીરાબાદ પોલીસે સમજૂતી કરીને મામલાને થાળે પાડી દીધો હતો. જો કે, મીડિયામાં વીડિયો વાયરલ થતાં તાત્કાલિક પોલીસ કમિશનર વિજય સિંહ મીણાએ તપાસ અને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.