ખાદ્ય પદાર્થના પ્રિપેક્ડ ગંજ બજારમાંથી માલ લાવી નાના વેપારીઓ છૂટકમાં વેપાર કરતા હોય છે. તેવા કિસ્સામાં નાના વેપારીઓ ઉપર જીએસટી આવી પડશે. જેમ કે કાલુપુર માર્કેટમાંથી એક વેપારી ચોખની ગુણી ખરીદી તેના ઉપર ૫ ટકા જીએસટી ભરે છે. જ્યારે તે વેપારી પોતાની દુકાનમાં તે ચોખા છૂટકમાં વેચે ત્યારે તેના ઉપર તે જીએસટી લઈ શકે નહીં. આમ વેપારી છૂટક વેચાણ પર ગ્રાહક પાસેથી ટેક્સ નહીં લઈ શકે. નોન બ્રાન્ડેડ અનાજના કટ્ટાને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે તો તેના ઉપર ૫ ટકા જીએસટી લાગશે. સામાન્ય રીતે કોઇ પણ અનાજને ટ્રાન્સપોર્ટ કરવું હોય ત્યારે તેને સૂતળીથી સીલ કરવું પડે છે. અનાજ ભરેલા કોથળ સૂતળીથી સીવવામાં આવે તો સીલ પેક ગણી ૫ ટકા જીએસટી લાગશે.
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ ખાદ્ય પદાર્થ ટ્રાન્સપોર્ટ કરતી વખતે તેને પ્રોપર સીલ કરવું ફરજિયાત છે. આ સ્થિતિમાં દરેક ટ્રાન્સપોર્ટ ફૂડ પર ૫ ટકા જીએસટી લાગુ પડે છે. જેથી વેપારીઓ મુંઝવણમાં છે. લીગલ મેટ્રોલોજી એકટ મુજબ જીએસટી લાગશે. એટલે કે ૨૫ કિલોથી નીચેની બેક અને ૧૦ એમએલટી નીચેનું કન્ટેનર પ્રિ પેક કરેલા ખાદ્ય પદાર્થો પર જીએસટી લાગુ પડશે. પરંતુ તેનાથી વધારે વજનના પેકેટ પર જીએસટી લાગુ પડશે નહીં. જીએસટી ડિપાર્ટમન્ટે ફૂડ આઇટમ પર ૫ ટકા જીએસટી લાદયો છે.
જીએસટી કાઉન્સિલે જાહેરાત કરી ત્યારે માત્ર છૂટક વેપારીઓને આ નિયમ લાગુ પડશે. જો કે સરકારે જ્યારે જાહેરનામું બહાર પાડ્યું ત્યારે તેમાં હોલસેલ અને રિટેઈલ વેપારીઓને લીધા છે.