અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને તેના નવા માતા-પિતાને સોંપવાનો કાર્યક્રમ તા. ૯ શનિવારના રોજ યોજવામાં આવ્યો હતો. અનવીત સાડા ત્રણ વર્ષની ઉંમરનો છે. આ કાર્યક્રમાં ગુજરાત હાઈકોર્ટના સીનિયર એડવાકેટ રશ્મનિભાઈ જાનીએ નવા માતા-પિતા મહારાષ્ટ્રના અમીતભાઈ અને વંદનાબેન પરખને સોંપણી કરી હતી. આ પ્રસંગે શ્રૃહદભાઈ પટેલ, અજય દવે, મદનલાલ જયસ્વાલ, કોકીલાબેન પટેલ તેમજ અમદાવાદ જીલ્લા બાળસંરક્ષણ ગૃહના સંચાલકો તથા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશીયલ વેલ્ફેર ગ્રુપ ગુજરાતના સભ્યોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
